Dasaveyaliya 453
Dasaveyāliya: ṭīkānusārī vivecana 453
- Language
- Gujarati
453
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૨૮ + વિવેચન [૯/૩૨૮ + વિવેચન]
દ્રવ્ય એ જ સમાધિ, તે દ્રવ્યસમાધિ. અથવા શરીરને દુઃખરૂપ ન થાય અથવા દૂધ, ગોળ, કે ત્રિફળાદિથી નિરોગતા આવે તે દ્રવ્ય સમાધિ. ત્રાજવામાં તોલવાથી વજનમાં જે સમપણું કરે, તેને દ્રવ્ય સમાધિ કહે છે. હવે ભાવ સમાધિ - પ્રશસ્ત ભાવની અવિરોધીરૂપ ચાર ભેદે - દર્શન, જ્ઞાન, તપ અને ચારિત્ર. તેમાં દર્શનાદિ એકલામાં કે ચારે ગુણોમાં આત્માની સાથે સર્વથા અવિરોધ હોવો જોઈએ. આ પ્રમાણે નામ-નિક્ષેપ કહ્યો.
અધ્યયન-૯, ઉદ્દેશો-૧
૦ સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ યુક્ત સૂત્ર કહેવું જોઈએ. તે આ –