Pramāṇa · Search · About · API

Dasaveyaliya 455

Dasaveyāliya: ṭīkānusārī vivecana 455

Language
Gujarati

455

વિવેચન–૪૧૫
જાતિ આદિ નિમિત્ત માનથી, અક્ષાંતિલક્ષણ ક્રોધથી. કપટરૂપ માયાથી, નિદ્રાદિ પ્રમાદથી. શું? તે કહે છે – આચાર્યાદિની પાસે આસેવન શિક્ષા ભેદરૂપ વિનય ન શીખે. તેમાં સ્તંભ - માનથી, હું જાતિ આદિ યુક્ત કઈ રીતે જાત્યાદિ હીન પાસે શીખું. એ રીતે ક્રોધથી - કોઈવાર ભૂલ કરતા ગુરુ ઠપકો આપે તો રોષથી ન ભણે. માયાવી - મન શૂળ છે એવા બહાને ન ભણે. પ્રમાદથી - ભણવાના સમયે ઉંઘી જાય અથવા પ્રમાદવશ બની ગુરુ કહે તે ન સાંભળે. આ ક્રમ એટલે બતાવ્યો છે કે ભણવામાં તે પ્રમાણે દોષો વિઘ્નરૂપ બને છે. તે જ સ્તંભાદિથી ગુરુ પાસે વિનય શીખતો નથી. - X - અહીં સ્તંભાદિ વિનય શિક્ષા વિઘ્ન હેતુ, તે જડમતિને અસંપત્તિનો ભાવ થાય છે. કેમ? ગુણ લક્ષણ ભાવપ્રાણના વિનાશને માટે થાય છે. જેમ - કીચક - વાંસ, તેનું ફળ તેના નાશ માટે થાય, તેની જેમ જાણવું.

Linked texts (1)