Pramāṇa · Search · About · API

Dasaveyaliya 456

Dasaveyāliya: ṭīkānusārī vivecana 456

Language
Gujarati

456

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૧૬ થી ૪૨૪ [૯/૧/૪૧૬ થી ૪૨૪]
[૪૧૬] જે સાધુ, ગુરુની ‘આ મંદબુદ્ધિ છે, અલ્પવયસ્ક છે, અલ્પ શ્રુત છે’ એમ જાણીને હીલના કરે છે, તે મિથ્યાત્વ પામીને ગુરુની આશાતના કરે છે.
[૪૧૭] કેટલાંક ગુરુ સ્વભાવથી જ મંદ હોય છે. કોઈ અલ્પવયસ્ક પણ શ્રુત અને બુદ્ધિથી સંપન્ન હોય છે. તે આચારવત્‌ અને ગુણોમાં સુસ્થિતાત્મા, હેલણા કરીને ઈંધણની જેમ ગુણોને ભસ્મ કરી દે છે.
[૪૧૮] જે કોઈ સર્પનું બચ્ચું સમજીને તેની કદર્થના કરે છે, તે તેના અહિતને માટે થાય છે. એ પ્રમાણે જ તે મંદબુદ્ધિ એકેન્દ્રિયાદિ જાતિ પથે ગમન કરે છે.
[૪૧૯] અત્યંત ક્રુદ્ધ આશીવિષ સર્પ જીવન નાશથી વધારે બીજું શું કરી શકે? પરંતુ અપ્રસન્ન આચાર્ય અબોધિનું કારણ બને, મોક્ષ ન મળે.
[૪૨૦] જે પ્રજ્વલિત અગ્નિને મસળે છે, આશીવિષ સર્પને કુપિત કરે છે અથવા જીવિતાર્થી હોવા છતાં વિષભક્ષણ કરે છે, આ બધી ઉપમા ગુરુની આશાતના સાથે તુલ્ય છે.
[૪૨૧] કદાચ તે પ્રચંડ અગ્નિ ન બાળે, કુપિત આશીવિષ સર્પ પણ ન ડસે, કે હળાહળ ઝેર પણ ન મારે, પરંતુ ગુરુની અવહેલનાથી કદાપિ મોક્ષ ન સંભવે.
[૪૨૨] જે પર્વતને મસ્તકથી ભેદવા ઈચ્છે છે, સૂતેલા સિંહને જગાડે છે, ભાલાની અણી પર પ્રહાર કરે છે, આ બધાંની ઉપમા ગુરુની આશાતના વડે સમાન છે.
[૪૨૩] કદાચ કોઈ મસ્તકથી પર્વતને ભેદી નાંખે, કદાચ કુપિત સિંહ પણ ન ખાઈ જાય, કદાચ ભાલાની અણી પણ પ્રહાર કર્તાને ન ભેદે, પરંતુ ગુરુની હેલણાથી મોક્ષ કદાપિ ન સંભવે.
[૪૨૪] આચાર્ય અપ્રસન્ન થવાથી બોધિલાભ થતો નથી. તેમની આશાતનાથી મોક્ષ ન મળે, તેથી નિરાબાધ સુખનો ઈચ્છુક, ગુરુની પ્રસન્નતા અભિમુખ રમણ કરે.

Linked texts (1)