Dasaveyaliya 458
Dasaveyāliya: ṭīkānusārī vivecana 458
- Language
- Gujarati
458
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૨૫ થી ૪૩૧ [૯/૧/૪૨૫ થી ૪૩૧]
[૪૨૫] જે પ્રમાણે આહિતાગ્નિ બ્રાહ્મણ વિવિધ આહુતી અને મંત્રપદોથી અભિષિક્ત કરેલ અગ્નિને નમસ્કાર કરે છે, તે પ્રકારે શિષ્ય અનંતજ્ઞાન યુક્ત થઈ જાય તો પણ આચાર્યની વિનયથી ભક્તિ કરે.
[૪૨૬] જેમની પાસે ધર્મપદો શીખે, હે શિષ્ય! તેના પ્રત્યે વિનય કરો. મસ્તકે અંજલિ કરી, કાયા-વાણી-મનથી સદૈવ સત્કાર કરો.
[૪૨૭] કલ્યાણભાગી માટે લજ્જા, દયા, સંયમ અને બ્રહ્મચર્ય એ વિરોધિ સ્થાન છે. તેથી જે ગુરુ મને સતત શિક્ષા આપે છે, તેની હું સતત પૂજા કરું.
[૪૨૮, ૪૨૯] જેમ રાત્રિને અંતે પ્રદીપ્ત થતો સૂર્ય સંપૂર્ણ ભરતને પ્રકાશિત કરે છે, તે રીતે આચાર્ય શ્રુત, શીલ અને પ્રજ્ઞાથી ભાવોને પ્રકાશિત કરે છે અને દેવોની વચ્ચે ઈન્દ્ર શોભે તેમ સાધુમાં આચાર્ય શોભે છે. જેમ મેઘોથી મુક્ત અત્યંત નિર્મળ આકાશમાં કૌમદીના યોગથી યુક્ત નક્ષત્ર, તારાથી પરિવૃત્ત ચંદ્રમાં શોભે, તેમ આચાર્ય સાધુ મધ્યે શોભે છે.
[૪૩૦, ૪૩૧] અનુત્તર જ્ઞાનાદિની સંપ્રાપ્તિનો ઈચ્છુક, ધર્મકામી સાધુ, જ્ઞાનાદિ રત્નોની મહાન ખાણ, સમાધિ યોગ, શ્રુત, શીલ, પ્રજ્ઞાથી સંપન્ન મહર્ષિ આચાર્યોની આરાધના કરે, તેમને વિનયથી પ્રસન્ન રાખે. મેઘાવી સાધુ આ સુભાષિત વચનોને સાંભળીને અપ્રમત્ત રહે તો એવો આચાર્યની શુશ્રૂષા કરે એ રીતે અનેક ગુણો આરાધી તે અનુત્તર સિદ્ધિને પ્રાપ્ત કરે છે - એમ હું કહું છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit