Dasaveyaliya 459
Dasaveyāliya: ṭīkānusārī vivecana 459
- Language
- Gujarati
459
વિવેચન–૪૨૫ થી ૪૩૧
જેમ યજ્ઞ કરનારો બ્રાહ્મણ, વેદી બનાવીને અગ્નિને નમસ્કાર કરે, વેદીમાં ઘી વગેરેની આહુતિ આપે. ‘અગ્નેય સ્વાહા’ મંત્ર ભણીને આહુતી આપે. મંત્ર વડે અભિષેક કરે. અગ્નિની જેમ આચાર્યને શિષ્યએ વિનયપૂર્વક સેવવા જોઈએ. કેવો શિષ્ય? સ્વ-પર પર્યાયની અપેક્ષાથી અનંત વસ્તુને જાણતો અનંતજ્ઞાન યુક્ત છે. તો પછી સામાન્ય જ્ઞાની શિષ્ય કેમ ગુરુ વિનય ન કરે? આ જ વાતને સ્પષ્ટ કરે છે –
જેની પાસે પોતે ધર્મપદોને શીખે, તેની સમીપે જતાં તેનો વિનય કરે. કઈ રીતે? સત્કાર કરે, અભ્યુત્થાનાદિ કરે, મસ્તક કે અંજલિ જોડે. શરીર-વાણી-મસ્તકથી વાંદે. એ રીતે શિષ્યને આમંત્રીને ગુરુ કહે છે કે – ભાવાસક્તિ રૂપથી સદૈવ ગુરુનો સત્કાર કરે. માત્ર સૂત્રગ્રહણ કાળે જ નમસ્કાર કરે તેમ નહીં. જો તેમ ન કરે તો કુશલાનુબંધનો વ્યવચ્છેદ થાય.
એ પ્રમાણે મનમાં કરવું, તે કહે છે – અપવાદ ભયરૂપ લજ્જા, અનુકંપા, પૃથ્વી આદિ જીવ વિષયક સંયમ, વિશુદ્ધ તપોનુષ્ઠાન, આ લજ્જાદિ ચારે ગુણોથી કુમાર્ગને દૂર કરી કુશલ પક્ષ પ્રવર્તકત્વથી કલ્યાણને ભજનાર જીવો કર્મમલને દૂર કરે છે. આના વડે એમ સૂચવે છે કે ગુરુ પોતાના શિષ્યને નિરંતર સુમાર્ગે દોરે છે, હું તેવા ગુરુને સતત પૂજું છું. તેનાથ વધારે પૂજવા યોગ્ય મારે કોઈ નથી. ગુરુને સૂર્યની ઉપમા આપે છે, જેમ પ્રભાતનો સૂર્ય તમામ ભરતક્ષેત્રને પ્રકાશે છે, તેમ સૂર્ય જેવા આચાર્ય સૂત્રના જ્ઞાનથી તથા સદાચારની બુદ્ધિથી જીવાદિ તત્ત્વને પ્રકાશે છે, માટે ગુરુને સેવવા યોગ્ય છે, તેથી સુશિષ્યો વડે વિચરતા ગુરુ સામાનિક દેવો વગેરે મધ્યે જેમ ઈન્દ્ર શોભે છે, તેવી રીતે પોતે શોભે છે. એ પ્રમાણે કારતક પૂનમનો ચંદ્ર રાત્રિના નક્ષત્રો તથા તારા મધ્યો શોભે તેમ આચાર્ય મુનિ સમુદાયમાં શોભે છે. માટે ગુરુ પૂજવા યોગ્ય છે.
જ્ઞાનાદિ ભાવરત્નોની અપેક્ષાએ આચાર્ય મોટી ખાણ સમાન છે. મોક્ષના વાંછક મહર્ષિ છે. કઈ રીતે? ધ્યાન વિશેષ સમાધિ યોગથી દ્વાદશાંગના અભ્યાસથી, પરદ્રોહના વિરતિરૂપ ઔત્પાત્તિકી બુદ્ધિથી. આવા અનુત્તર જ્ઞાનાદિને એવા પ્રકારના આચાર્ય પાસેથી પામવાની ઈચ્છાથી વિનય વડે આરાધે તે પણ એક વખત નહીં, અનેક વખત. ગુરુ તે સંતોષે, તે પણ જ્ઞાનાદિ ફળ માટે નહીં, પણ નિર્જરાર્થે આરાધે.
મેઘાવી આ પ્રમાણે બોધવચનો સાંભળીને, આચાર્યની સેવામાં તત્પર બનીને ગુરુ આરાધના ફળ અપ્રમત્ત રહીને તેમની આજ્ઞા પાલન કરી મેળવે. એ પ્રમાણે ગુરુ શુશ્રૂષા રક્ત અનેક જ્ઞાનાદિ આરાધીને, અનુત્તર સિદ્ધિને પામે. ઈત્યાદિ - X -
અધ્યયન-૯, ઉદ્દેશો-૨
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit