Pramāṇa · Search · About · API

Dasaveyaliya 463

Dasaveyāliya: ṭīkānusārī vivecana 463

Language
Gujarati

463

વિવેચન–૪૩૪, ૪૩૫
અવિનયવાન્‌ના દોષો કહે છે – જે ચંડ, અજ્ઞ - હિતને કહે તો પણ રોષાયમાન થાય, જાત્યાદિ મદથી ઉન્મત્ત, અપ્રિયવક્તા, માયા યુક્ત, સંયમ યોગોમાં અનાદર વાળો, આ બધાં દોષોથી વિનય કરતો નથી, તેવો પાપી સંસાર સ્રોતમાં સકલ કલ્યાણના નિબંધન રૂપ વિનયથી રહિત થઈ તણાય છે. કઈ રીતે? જેમ નદીના પ્રવાહમાં પડેલ લાકડું.
વળી - ગુરુ એકાંત મૃદુ વચનાદિ ઉપાયો વડે શિષ્યને વિનયથી પ્રેરણા કરતાં તે રોષિત થાય તો તે દેવતાઈ લક્ષ્મી જે આવતી હોય તેને કાષ્ઠમય દંડ વડે નિવારે છે. અર્થાત્‌ વિનય એ સંપત્તિનું નિમિત્ત છે, તેમાં સ્ખલિત થતાં કોઈને સમજાવે, તે ગુણ પણ રોષ કરવાથી વસ્તુતઃ સંપત્તિનો નિષેધ છે. જેમ લક્ષ્મીજીએ કુરૂપે આવી પ્રાર્થ્યા, કૃષ્ણએ તેના ગુણ જોઈને સ્વીકારી લીધા.

Linked texts (1)