Pramāṇa · Search · About · API

Dasaveyaliya 466

Dasaveyāliya: ṭīkānusārī vivecana 466

Language
Gujarati

466

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૩૮ થી ૪૪૦ [૯/૨/૪૩૮ થી ૪૪૦]
તે જ પ્રમાણે આ લોકમાં જે અવિનિત નર-નારી હોય છે, તેઓ ચાબૂકાદિ પ્રહારથી ઘાયલ, ઈન્દ્રિય વિકલ, દંડ અને શસ્ત્રથી જર્જરિત, અસભ્ય વચનોથી તાડિત, કરુણ, પરાધીન, ભૂખ અને તરસથી પીડિત થઈને દુઃખનો અનુભવ કરતા જોવાય છે અને જેઓ સુવિનીત નર-નારી છે, તેઓ ઋદ્ધિને પામીને મહાયશસ્વી બની સુખી થતાં દેખાય છે.

Linked texts (1)