Pramāṇa · Search · About · API

Dasaveyaliya 467

Dasaveyāliya: ṭīkānusārī vivecana 467

Language
Gujarati

467

વિવેચન–૪૩૮ થી ૪૪૦
આ જ વિનય-અવિનયનું ફળ મનુષ્યને આશ્રીને કહે છે – તિર્યંચની જેમ અવિનીત આત્મા, આ મનુષ્ય લોકમાં નર-નારી દુઃખ અને અપમાનને પામે છે, તે પૂર્વવત્‌. છાતા - કસના ઘાતથી વ્રણ અંકિત શરીરવાળા, નાસિકાદિ ઈન્દ્રિય છેદાયેલા એવા તે પારદારિકાદિ થાય છે તથા વેત્રદંડાદિ, ખડ્ગાદિ શસ્ત્રો વડે ચોતરફથી દુર્બળ ભાવને પામેલા તથા ખર કર્કશ વચનથી પરિજીર્ણ, એવા પ્રકારના થઈને દીન, પરવશ, દયા ખાવા યોગ્ય, સ્વાભિપ્રાય રહિત, ભૂખ-તરસાદિથી વ્યાપ્ત, થોડા દાન વડે અન્નાદિ નિરોધ પામે. એ પ્રમાણેના દુઃખો અવિનીત આલોકમાં પામે. પરલોકમાં પણ દુઃખીતતર થાય.
હવે વિનયનું ફળ કહે છે – વિનીત તિર્યંચ માફક સુવિનીત આત્મા - આ લોકમાં નર-નારી વિનયથી શુદ્ધિ પામીને મહાયશવાળા આદિ થાય છે. વિશેષ એ – સ્વ આરાધિત રાજા કે ગુરુજન વડે ઉભયલોકમાં સફળતાને પામે છે.

Linked texts (1)