Dasaveyaliya 470
Dasaveyāliya: ṭīkānusārī vivecana 470
- Language
- Gujarati
470
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૪૩ થી ૪૪૭ [૯/૨/૪૪૩ થી ૪૪૭]
જે સાધક આચાર્ય-ઉપાધ્યાયની સેવા-શુશ્રૂષા કરે છે, તેમના વચનોનું પાલન કરે છે, તેમની શિક્ષા, જળથી સીંચાતા વૃક્ષની જેમ વધે છે.
જે ગૃહસ્થો આલોકના નિમિત્તે કે સુખોપભોગને માટે પોતાને કે બીજાને માટે શિલ્પકળા કે નૈપુણ્ય કલા શીખે છે. લલિતેન્દ્રિય વ્યક્તિ પણ કળા શીખતી વખતે શિક્ષક દ્વારા ઘોર બંધ, વધ અને દારુણ પરિતાપને પામે છે. તો પણ તેઓ ગુરુના નિર્દેશાનુસાર વર્તતા તે શિલ્પાદિને માટે પ્રસન્નતાપૂર્વક તે શિક્ષક ગુરુની પૂજા, સત્કાર અને નમસ્કાર કરે છે. તો પછી જે સાધુ શ્રુતગ્રાહી છે, અનંત હિતના ઈચ્છુક છે, તેનું તો કહેવું જ શું? તેથી આચાર્ય જે કહે તેનું ભિક્ષુ ઉલ્લંઘન ન કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit