Pramāṇa · Search · About · API

Dasaveyaliya 471

Dasaveyāliya: ṭīkānusārī vivecana 471

Language
Gujarati

471

વિવેચન–૪૪૩ થી ૪૪૭
એ પ્રમાણે નારકોને છોડીને વ્યવહારથી જેમાં સુખ-દુઃખ સંભવે છે. તેમાં વિનય-અવિનયનું ફળ કહ્યું. હવે વિશેષથી લોકોત્તર વિનયનું ફળ કહે છે – જે આચાર્ય અને ઉપાધ્યાયના પૂજા પ્રધાન વચન કરણશીલ છે, તે પુન્યવાનોને ગ્રહણ આસેવન રૂપ શિક્ષા વૃદ્ધિને પામે છે. જેમ જળથી સિંચિત વૃક્ષો વૃદ્ધિ પામે છે.
આને મનમાં ધારીને વિનય કરવો જોઈએ, તે કહે છે – સ્વ નિમિત્તે આના વડે મારી આજીવિકા થશે, એ પ્રમાણે પરનિમિત્તે - પુત્ર, પૌત્રાદિ આ કુંભારાદિ શિલ્પ અને આલેખ્ય કળાદિ નૈપુણ્ય ગ્રહણ કરશે એમ વિચારી અસંયમનો અન્ન-પાનાદિના આલોકના ભોગને માટે તે શીખે છે. જે શીખતા એવા તેમને નિગડાદિ વડે બંધ, કષ આદિથી વધ, રૌદ્ર પરિતાપ, આના દ્વારા જનિન-નિર્ભર્ત્સના વચન શીખવનાર ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. શિલ્પાદિ ગ્રહણમાં તે ગર્ભેશ્વર રાજપુત્રાદિને આશ્રીને આ કહ્યું.
તેઓ પણ શિલ્પાદિ શીખતી વેળા બંધાદિના કારક ગુરુને પૂજે છે. મધુર વચનોથી અભિનંદે છે. શિલ્પ શીખવવાના નિમિત્તે વસ્ત્રાદિ વડે સત્કારે છે, અંજલિ જોડવા આદિથી નમસ્કાર કરે છે તથા માને છે કે ગુરુની આજ્ઞા માનીશું તો જ કળા આવડશે ઈત્યાદિ - X -
જો આ રાજપુત્રાદિ આલોકના નિમિત્તે પણ આટલું કષ્ટ ભોગવે છે તો જે સાધુ પરમ પુરુષ પ્રણિત આગમ ગ્રહણના અભિલાષી છે, મોક્ષની કામનાવાળા છે, તેમણે તો વિશેષે ગુરુને પૂજવા જોઈએ. તે માટે એકાંત હિતકારક ગુરુ જે કહે તે બધાં વચનને સાધુ ન ઉલ્લંઘે, તેથી તે સર્વ લાભને મેળવે છે.

Linked texts (1)