Dasaveyaliya 472
Dasaveyāliya: ṭīkānusārī vivecana 472
- Language
- Gujarati
472
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૪૮ થી ૪૫૨ [૯/૨/૪૪૮ થી ૪૫૨]
સાધુ આચાર્યથી નીચી શય્યા કરે, નીચી ગતિ કરે, નીચા સ્થાનમાં ઉભો રહે. નીચું આસન કરે, નીચે થઈને પાદ વંદન કરે અને અંજલિ કરે. કદાચ આચાર્યના શરીરને કે ઉપકરણોને પણ સ્પર્શ થઈ જાય તો કહે - મારો અપરાધ ક્ષમા કરો, ફરી આવું નહીં થાય.
જે પ્રમાણે દુષ્ટ બળદ ચાબૂક દ્વારા પ્રેરિત કરાતા રથને વહન કરે છે, તે પ્રમાણે દુર્બુદ્ધિ શિષ્ય પણ આચાર્યોના વારંવાર કહેવાથી કાર્ય કરે છે. (વસ્તુતઃ) ગુરુ એકવાર બોલાવે કે વારંવાર, બુદ્ધિમાન શિષ્ય આસને બેસીને જ ઉત્તર ન આપે, પરંતુ જલદી જ આસન છોડીને શુશ્રૂષા સાથે તેમની વાત સાંભળીને સ્વીકારે.
કાળ, ગુરુ અભિપ્રાય, ઉપચારો તથા દેશાદિને હેતુઓથી સારી રીતે જાણીને તદનુકૂળ ઉપાયોથી તે-તે કાર્યોને સંપાદિત કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit