Pramāṇa · Search · About · API

Dasaveyaliya 473

Dasaveyāliya: ṭīkānusārī vivecana 473

Language
Gujarati

473

વિવેચન–૪૪૮ થી ૪૫૨
હવે વિનયના ઉપાયો કહે છે – સંસ્તારક રૂપ આચાર્યની શય્યાની પાસે નીચી શય્યા કરે. આચાર્યની ગતિથી નીચી ગતિ કરે - તેમની પાછળ બહુ દૂર કે બહુ જલદી ન ચાલે. આચાર્યથી નીચા સ્થાને બેસે. તથા નીચા-લઘુતર પીઠિકાએ કદાચ કોઈ કારણ હોય તો બેસે, ત્યારે પણ પૂર્વે આચાર્યની અનુજ્ઞા લે, અન્યથા ન બેસે. આચાર્યના ચરણમાં સમ્યક્‌ રીતે મસ્તક નમાવીને વાંદે, અવજ્ઞાથી નહીં. કદાચ પ્રશ્ન પૂછવાનો થાય તો કાયા નમાવી, મસ્તકે અંજલી જોડીને પૂછે પણ ઠુંઠાની જેમ અક્કડ થઈને ન પૂછે. એમ કાય વિનય કહ્યો.
હવે વચન વિનય કહે છે – દેહને સ્પર્શતી વેળા, આચાર્ય જો કદાચ તેવા સ્થાને બેઠા હોય અને તેમના વસ્ત્રાદિને સંઘટ્ટો થઈ જાય તો મિથ્યા દુષ્કૃત પૂર્વક અભિવંદીને ‘મારો અપરાધ ક્ષમા કરો’ એમ કહે. મંદભાગ્ય એવો મારો આ દોષ છે, ફરી ભૂલ કરીશ નહીં. બુદ્ધિમાન શિષ્ય આ સ્વયં કરે છે, પણ જે તેવા નથી તે કઈ રીતે વર્તે? તે કહે છે – જેમ ગળીયો બળદ પરોણાથી વિંધાઈને કોઈ રથ આદિને વહે છે, એ પ્રમાણે અહિતાવહ બુદ્ધિ શિષ્ય, આચાર્યાદિના અભિરુચિત કાર્યોને વારંવાર કહ્યા પછી પૂરા કરે છે.
આવા કૃત્યો મુનિને ન શોભે તે કહે છે – શરદઋતુ સંબંધી જે કાળ, તે સંબંધી છંદ ઉપચાર - આરાધના પ્રકાર, દેશાદિ સંબંધી ઉપચાર, તેવા-તેવા ઉપાયો જોઈને સાધુએ ગૃહસ્થને કંઈ ન કહેવું. જેમકે – શરદ ઋતુમાં પિત્તને હરનારું ભોજન કરવું. અનુકૂળ હવાવાળા સ્થાને સૂવું ઈત્યાદિ - X - X - (ગાથા-૪૫૧) પ્રક્ષેપગાથા છે, તેની કોઈ વૃત્તિ નથી.

Linked texts (1)