Dasaveyaliya 474
Dasaveyāliya: ṭīkānusārī vivecana 474
- Language
- Gujarati
474
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૫૩ થી ૪૫૫ [૯/૨/૪૫૩ થી ૪૫૫]
અવિનીતને વિપત્તિ અને વિનીતને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જેને આ બંને પ્રકારે જ્ઞાત છે,તે જ કલ્યાણકારી શિક્ષાને પ્રાપ્ત થાય છે.
જે મનુષ્ય ચંડ છે, પોતાની મતિનો ગર્વી છે, જે પિશુન છે, સાહસિક છે, ગુરુ આજ્ઞાપાલનથી હીન છે, શ્રમણધર્મથી અદૃષ્ટ છે, વિનયમાં અનિપુણ છે, અસંવિભાગી છે, તેમને કદાપિ મોક્ષ પ્રાપ્ત ન થાય.
જે ગુરુ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરે છે, જે ગીતાર્થ છે, વિનયમાં કોવિદ છે, તેઓ આ દુસ્તર સંસાર-સાગરને તરીને, કર્મોનો ક્ષય કરીને સર્વોત્કૃષ્ટ ગતિમાં ગયા છે - તેમ હું કહું છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit