Pramāṇa · Search · About · API

Dasaveyaliya 475

Dasaveyāliya: ṭīkānusārī vivecana 475

Language
Gujarati

475

વિવેચન–૪૫૩ થી ૪૫૫
અવિનીતને જ્ઞાનાદિ ગુણોની વિપત્તિ અને વિનિતને તેની સંપ્રાપ્તિ થાય. વિનય-અવિનય બંને જ્ઞાન સમજવાની શક્તિ હોય, તે બુદ્ધિથી વિચારીને ગ્રહણ-આસેવનરૂપ શિક્ષાને પામે છે. કેમકે ભાવથી ઉપાદેયનું પરિજ્ઞાન છે. આને જ દૃઢ કરવા વિનીતનું ફળ કહે છે – જે સાધુ ક્રોધી હોય, ઋદ્ધિ ગૌરવમાં સ્થિત હોય, પાછળથી ચુગલી કરનાર હોય, તે જોવામાં પુરુષ હોય પણ ભાવથી ન હોય, અકૃત્ય કરતો હોય, ગુરુ આજ્ઞા માને નહીં, શ્રુતાદિ ધર્મોને સમ્યગ્‌ રીતે પામેલ ન હોય, વિનયના વિષયમાં અપંડિત હોય, કંઈ મળે તો સંવિભાગ ન કરતો હોય. આવા અધમને મોક્ષ ન મળે. પણ સમ્યગ્‌દૃષ્ટિ ચારિત્રવંતને આવા પ્રકારના સંક્લેશના અભાવે મોક્ષ મળે.
વિનયના ફળને કહેવા ઉપસંહાર કરે છે – આચાર્યાદિની આજ્ઞામાં રહેનારો, શ્રુતાર્થધર્મી-ગીતાર્થ હોય. વિનય કરવામાં પંડિત હોય તે મહાસત્ત્વી આ પ્રત્યક્ષ દુસ્તર સંસાર-સમુદ્રને તરી જઈને ચરમભવ અને કેવલિત્વને પામે છે. પછી ભાવોપગ્રાહી સર્વે કર્મો ખપાવીને સિદ્ધિ નામે ઉત્તમ ગતિમાં જાય છે.
અધ્યયન-૯, ઉદ્દેશો-૩

Linked texts (1)