Pramāṇa · Search · About · API

Dasaveyaliya 476

Dasaveyāliya: ṭīkānusārī vivecana 476

Language
Gujarati

476

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૫૬ થી ૪૬૨ [૯/૩/૪૫૬ થી ૪૬૨]
[૪૫૬] જે પ્રકારે આહિતાગ્નિ અગ્નિની શુશ્રૂષા કરતો જાગૃત રહે છે, તે પ્રકારે આચાર્યની શુશ્રૂષા કરતો જે જાગૃત રહે, આચાર્યના આલોકિત અને ઈંગિતને જાણીને તેમના અભિપ્રાયની આરાધના કરે છે, તે પૂજ્ય થાય છે.
[૪૫૭] જે શિષ્ય આચારને માટે વિનય કરે છે, આચાર્યની શુશ્રૂષા કરતો વચન ગ્રહણ કરે, ઉપદેશાનુસાર કાર્ય કરવા ઈચ્છે છે અને જે ગુરુની આશાતના નથી કરતો તે પૂજ્ય થાય છે.
[૪૫૮] અલ્પવયસ્ક હોવા છતાં પર્યાયમાં જે જ્યેષ્ઠ છે, તો રત્નાધિકોની પ્રતિ જે સાધુ વિનય કરે છે, નમ્ર રહે છે, સત્યવાદી છે, ગુરુ સેવા કરે છે, ગુરુ વચનનું પાલન કરે છે, તે પૂજ્ય થાય છે.
[૪૫૯] સંયમ યાત્રાના નિર્વાહાર્થે સદા વિશુદ્ધ, સામુદાયિક, અજ્ઞાત, ઉછ, ભિક્ષાચર્યા જે કરે છે, જે ન મળે તો વિષાદ કરતાં નથી અને મળે તો પ્રશંસા કરતા નથી તે પૂજ્ય થાય છે.
[૪૬૦] જે સાધુ સંસ્તારક શય્યા, આસન, ભોજન અને પાણીનો અતિલાભ થવા છતાં અલ્પેચ્છા રહે, એ પ્રમાણે જે પોતાને સંતુષ્ટ રાખે તથા જે સંતોષ ધ્યાન જીવનમાં રત છે, તે પૂજ્ય છે.
[૪૬૧] મનુષ્ય લાભની આશામાં લોઢાના કાંટાને ઉત્સાહથી સહે છે, પરંતુ જે લાભની આશા વિના કાનોમાં પ્રવિષ્ટ થનારા તીક્ષ્ણ વચનમય કાંટાને સહી લે છે, તે જ પૂજ્ય થાય છે.
[૪૬૨] લોઢાનો કાંટો મુહૂર્ત્ત માટે જ દુઃખદાયી થાય છે, પરંતુ તે પણ સુખપૂર્વક કાઢી શકાય છે. પણ વાણીથી નીકળેલા દુર્વચન કંટક મુશ્કેલીથી ઉદ્ધરાય છે, તે વૈરાનુબંધી અને મહાભયકારી હોય છે.

Linked texts (1)