Pramāṇa · Search · About · API

Dasaveyaliya 477

Dasaveyāliya: ṭīkānusārī vivecana 477

Language
Gujarati

477

વિવેચન–૪૫૬ થી ૪૬૨
જગતમાં વિનીત પૂજ્ય થાય, તે દર્શાવવા કહે છે – આચાર્ય - સૂત્રાર્થ દાતા કે તેના સ્થાને રહેલ અથવા બીજા જ્યેષ્ઠાર્ય, તેનું શું? જેમ બ્રાહ્મણ અગ્નિને સમ્યક્‌ સેવો, ઉપચારથી તે-તે કૃત્ય પૂર્ણ કરે. - X - તેમ તે આચાર્ય અથવા રત્નાધિકારને આશ્રીને કહે છે, તેમનો વિનય કરે. પ્રતિ જાગરણનો ઉપાય કહે છે – નિરીક્ષિત અને અન્યથાવૃત્તિ લક્ષણ જાણીને સાધુ આચાર્યનો અભિપ્રાય આરાધે છે. જ્યારે ઠંડીમાં પ્રાવરણ તરફ જુએ, તો સાધુ તે લાવી આપે. બળખો આદિ જોઈને સૂંઠ આદિ લાવી આપે. આવો સાધુ પૂજ્ય - કલ્યાણભાગી થાય છે.
પ્રસ્તુત અધિકારમાં કહે છે – જ્ઞાનાદિ આચાર નિમિત્તે ગુરુનો વિનય કરે. ગુરુ વચન સાંભળવા ઈચ્છા કરે. તેઓ બોલે ત્યારે તેમના વચનને ગ્રહણ કરે, તેનું આચરણ કરે. શિષ્ય માયારહિત થઈ, શ્રદ્ધા વડે કરવાને ઈચ્છતો તે વિનય કરે. અન્યથા કરવાથી આચાર્યની આશાતના થાય છે. તેથી જે ગુરુની આશાતના ન કરે તે જગત્‌માં પૂજ્ય છે.
જ્ઞાનાદિ ભાવ રત્નોથી જે ઊંચા છે, તેમનો યથોચિત વિનય કરે. કદાચ તેઓ ઉંમર અને શ્રુતથી નાના હોય, પણ પર્યાય જ્યેષ્ઠ હોય તો તેમનો વિનય કરે. એ પ્રમાણે ગુણાધિક પ્રતિ નમીને વર્તે, અવિરુદ્ધ બોલે, વંદનશીલ રહે, એ પ્રમાણે ગુરુ નિર્દેશ કરણશીલ છે તે પૂજ્ય છે.
અજ્ઞાત - પરિચય ન કરીને, તે ભાવઉંછ છે. ગૃહસ્થોદ્ધરિતાદિને ભ્રમણ કરીને લાવે પછી ખાય. જ્ઞાતને ત્યાંથી ન લે. તે પણ ઉદ્ગમ આદિ દોષ રહિત લે, દોષિત ન લે. તે પણ સંયમનો ભાર વહનકર્તા શરીરને પાલન માટે લે, અન્યથા નહીં. આ આહાર પણ જુદી જુદી જગ્યાએ ફરીને લે. આહાર ન મળે કે ઓછો મળે, તો ખેદ ન કરે કે હું મંદભાગ્ય છું અથવા આ દેશ અશોભન છે. સારો આહાર મળે તો પ્રશંસા ન કરે.
સંથારો, શય્યા આદિમાં મૂર્ચ્છા ન રાખે, પરિભોગથી અતિરિક્ત ન લે, અતિ લાભ થાય તો પણ આત્માને સંતોષમાં રાખે. તે પૂજ્ય થાય.
ઈન્દ્રિય સમાધિ દ્વારથી પૂજ્યતા કહે છે – લોઢાનો કાંટો દુઃખદાયી છે, તેમ છતાં અર્થને માટે ઉદ્યમ કરે છે, તે માટે વાણીરૂપ કાંટાને પણ સહન કરે. - X - સાધુએ પરમાર્થ સાધવાનો હોવાથી તેણે તો વિશેષ પ્રકારે કડવા વચનો સહેવા જોઈએ. ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્‌ જાણવું.

Linked texts (1)