Pramāṇa · Search · About · API

Dasaveyaliya 478

Dasaveyāliya: ṭīkānusārī vivecana 478

Language
Gujarati

478

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૬૩ થી ૪૭૦ [૯/૩/૪૬૩ થી ૪૭૦]
[૪૬૩] આવતા એવા કટુ વચનોના આઘાત કાનમાં પહોંચતા જ દૌર્મનસ્ય ઉત્પન્ન કરે છે. પરંતુ જે વીર પુરુષોમાં પરમ અગ્રણી જિતેન્દ્રિય પુરુષ, તેને પોતાનો ધર્મ માનીને સહન કરે છે, તે પૂજ્ય છે.
[૪૬૪] જે મુનિ પીઠ પાછળ કદાપિ કોઈનો અવર્ણવાદ બોલતા નથી, તથા પ્રત્યક્ષ વિરોધી, નિશ્ચયકારિણી, અપ્રિયકારિણી ભાષા ન બોલે તે પૂજ્ય છે.
[૪૬૫] જે લોલુપ નથી, કૌકુત્ચ્ય, માયા કે પૈશુન્ય કરતો નથી, દીનવૃત્તિ કરતો નથી, પોતાની પ્રશંસા કરતો-કરાવતો નથી અને કુતૂહલ કરતો નથી, તે પૂજ્ય છે.
[૪૬૬] મનુષ્ય ગુણોથી સાધુ છે, અગુણોથી અસાધુ છે, તેથી સાધુને યોગ્ય ગુણોનું ગ્રહણ કરે અને અસાધુ ગુણોને છોડે. આત્માને આત્માથી જાણીને જ રાગદ્વેષમાં મધ્યસ્થ રહે છે, તે જ પૂજ્ય થાય છે.
[૪૬૭] આ પ્રમાણે નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ, દીક્ષિત હોય કે ગૃહસ્થ, તેની હીલના કે ખિંસા ન કરે તથા જે અહંકાર કે ક્રોધનો ત્યાગ કરે તે પૂજ્ય છે.
[૪૬૮] સન્માનિત કરાયેલા આચાર્ય, સાધુને સતત સન્માનિત કરે છે. જેમ પિતા પોતાની કન્યાને કરે છે. યત્નપૂર્વક યોગ્ય કુળમાં સ્થાપિત કરે છે, તે સન્માનાર્હ, તપસ્વી, જિતેન્દ્રિય, સત્યપરાયણનું સન્માન કરે તે પૂજ્ય છે.
[૪૬૯] જે મેઘાવી મુનિ તે ગુણસાગર ગુરુના સુભાષિત સાંભળીને તદનુસાર આચરે છે, જે પાંચ મહાવ્રતરત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ચાર કષાયથી રહિત છે, તે પૂજ્ય છે.
[૪૭૦] જિનમત નિપુણ અને અભિગમ કુશળ મુનિ આ લોકમાં સતત ગુરુની પરિચર્યા કરીને પૂર્વકૃત્‌ કર્મરજને ક્ષય કરી ભાસ્વર અને અતુલ સિદ્ધિ ગતિને પામે છે – તેમ હું કહું છું.

Linked texts (1)