Dasaveyaliya 479
Dasaveyāliya: ṭīkānusārī vivecana 479
- Language
- Gujarati
479
વિવેચન–૪૬૩ થી ૪૭૦
એકીભાવથી અભિમુખ આવીને પડતાં કઠોરાદિ વચન પ્રહાર કાનમાં પડતા પ્રાયઃ અનાદિભાવના અભ્યાસથી દુષ્ટ મનોભાવ જન્માવે છે. પ્રાણીના આવા પ્રકારના વચનના ઘાતને ધર્મ સમજી, અશક્તિ આદિથી નહીં પણ સમતાના પરિણામ પામીને, દાન સંગ્રામ શૂરની અપેક્ષાથી પ્રધાન શૂર એવો જિતેન્દ્રિય થઈને જે સહન કરે, પણ ક્રોધ ન કરે તે પૂજ્ય છે.
પાછળથી અવર્ણવાદ ન કરે, અપકારીને કડવું વચન ન કહે, આ અશોભન છે એવી અને શ્રોતાને મૃત નિવેદન રૂપ અપ્રિય ભાષા ક્યારેય ન બોલે તે પૂજ્ય. તથા આહારાદિમાં અલુબ્ધ, ઈન્દ્રજાળ આદિ કૌત્કુચ્ચ રહિત, કપટ શૂન્ય, છેદ-ભેદ ન કરનાર, આહારાદિ ન મળે તો પણ શુદ્ધવૃત્તિ વાળો, બીજાને અકુશળ ભાવનાથી ન ભાવતો, હું કેવો પ્રશંસવા યોગ્ય છું, તેમ ન કહે. પોતાના ગુણો પોતે જ બીજા આગળ ન વર્ણવે, નર્તકાદિમાં અકૌતુક છે, તે પૂજ્ય છે.
અનંતરોક્ત વિનયાદિ ગુણયુક્ત સાધુ કહેવાય અને ઉક્ત ગુણ વિપરીત તે અસાધુ કહેવાય. તેથી ગુણોને ધારણ કર અને અસાધુ ગુણોનો ત્યાગ કર. એ પ્રમાણે જાણીને રાગ-દ્વેષ રહિત થાય તે પૂજ્ય છે.
તે પ્રમાણે જ - નાનો, મોટો કે મધ્યમ હોય - પુરુષ, સ્ત્રી કે નપુંસક હોય - પ્રવ્રજિત, ગૃહસ્થ કે અન્યતીર્થિક હોય - તેમાં રોષથી કે અસૂયાથી એક વખત અપમાન તે હીલના, વારંવાર તે ખિંસા. તેના નિમિત્ત ભૂત માન અને રોષને તજીને, તે પૂજ્ય નિદાનના ત્યાગથી તત્ત્વતઃ કાર્ય ત્યાગથી રહે તે પૂજ્ય છે.
જેઓ અભ્યુત્થાનાદિ સત્કારથી નિરંતર શિષ્યોને શ્રુતોપદેશ પ્રતિ પ્રેરવાથી, યત્ન વડે કન્યાની માફક સ્થાપે છે, તે પ્રમાણે આચાર્યો શિષ્યને સૂત્રાર્થવેદી જાણીને મોટા આચાર્યપદે સ્થાપે છે.. આવા પ્રકારના ગુરુને જે અભ્યુત્થાનાદિ વડે સન્માને છે, માનને યોગ્ય તપસ્વી થઈને જિતેન્દ્રિય બનીને લોભરહિત થાય છે, તે સાધુ જગતમાં પૂજ્ય થાય છે.
તે અનંતરોક્ત ગુરુના ગુણ સમુદ્ર સંબંધી પરલોકોપરકારિણી સુભાષિતો સાંભળીને મેઘાવી મુનિ પંચમહાવ્રત, મનોગુપ્તિ આદિને આચરતો ક્રોધાદિ કષાય રહિત થાય તે પૂજ્ય છે. હવે ફળ બતાવી ઉપસંહાર કહે છે – આચાર્યાદિ રૂપ પૂજ્યોને આ મનુષ્યલોકમાં નિરંતર વિધિપૂર્વક આરાધીને, આગમમાં પ્રવીણ અભિગમ કુશળ મુનિ, પૂર્વકૃત્ આઠ પ્રકારના કર્મો ખપાવીને, જ્ઞાનતેજથી દીપતા, અનન્ય સદૃશ સિદ્ધિ ગતિને પામે છે. અથવા જન્માંતરથી સુકુલમાં જન્મ પામીને મોક્ષે જાય છે.
અધ્યયન-૯, ઉદ્દેશો-૪
હવે ચોથા ઉદ્દેશાનો આરંભ કરે છે –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit