Pramāṇa · Search · About · API

Dasaveyaliya 481

Dasaveyāliya: ṭīkānusārī vivecana 481

Language
Gujarati

481

વિવેચન–૪૭૧, ૪૭૨
સામાન્યથી કહેલ વિનયને વિશેષથી દર્શાવવા માટે આ કહે છે – હે આયુષ્યમાન્‌! મેં સાંભળેલ છે કે, તે ભગવંતે આ પ્રમાણે કહેલ છે ઈત્યાદિ છ જીવનિકાયમાં છે, તેમ કહેવું. આ ક્ષેત્ર કે પ્રવચનમાં બીજે પણ બીજા તીર્થંકરના પ્રવચનમાં ગણધરો વડે અને ભગવંતો વડે વિનય સમાધિ રૂપ ચાર ભેદો પ્રરૂપેલ છે. ભગવંત પાસે સાંભળીને ગ્રંથ રૂપે રચેલ છે. તે કેટલાં છે? - X - વિનય સમાધિ આદિ ચાર છે.
તેમાં સમાધાન તે સમાધિ. પરમાર્થથી આત્માનું હિત, સુખ અને સ્વાસ્થ્ય જેના વડે થાય તે સમાધિ. વિનયમાં કે વિનયથી સમાધિ તે વિનય સમાધિ. એ પ્રમાણે બાકીના ત્રણેમાં કહેવું. આ જ વાત શ્લોક વડે સંગૃહીત કરી છે. વિનય - યથોક્ત લક્ષણ, શ્રુત - અંગ આદિ, તપ - બાહ્ય આદિ, આચાર - મૂલગુણ આદિ. સર્વકાળ, સમ્યક્‌ પરમાર્થ વેદી, શું કરે છે? આત્માને અનેકાર્થત્વથી આભિમુખ્યતાથી વિનયાદિમાં યોજે છે. કોણ તે યોજે છે? ચક્ષુ આદિ ભાવશત્રુને જિતેલા, તેઓ જ પરમાર્થથી પંડિત છે.

Linked texts (1)