Dasaveyaliya 483
Dasaveyāliya: ṭīkānusārī vivecana 483
- Language
- Gujarati
483
વિવેચન–૪૭૩ થી ૪૭૫
વિનય સમાધિ નિશ્ચે ચાર ભેદે છે. જ્યારે-જ્યારે પ્રેરણા કરે ત્યારે-ત્યારે તે અનુશાસનનો અર્થી બની સાંભળવાની ઈચ્છા કરે. ઈચ્છા પ્રવૃત્તિથી તેને સમ્યગ્-અવિપરીત અનુશાસન તત્ત્વને યથા વિષય જાણો. વિશિષ્ટ પ્રતિપત્તિથી જ વેદને આરાધે. વેદ એટલે શ્રુતજ્ઞાન, તે યથોક્ત અનુષ્ઠાન કરીને સફળકરે. તેથીજ વિશુદ્ધપ્રવૃત્તિથી આત્માજ સમ્યક્ પ્રકર્ષથી ગૃહીત જેના વડે હું વિનીત સુસાધુ છું ઈત્યાદિ ન વિચારે. - X - X - વિનય સમાધિમાં છંદ વિશેષ છે, તે આછે–આલોક-પરલોકનું હિત જેનાથી થાય તેવા આચાર્યના ઉપદેશને સાંભળવાને ઈચ્છે છે. અનેકાર્થપણાથી તે વિષયને જાણે છે. જાણીને તે પ્રમાણે કરે છે. ગુણ પ્રાપ્ત કરીને પૂજતા અહંકાર કરતો નથી. આવો મોક્ષાર્થી સાધુ વિનય સમાધિવાળો જાણવો.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit