Dasaveyaliya 485
Dasaveyāliya: ṭīkānusārī vivecana 485
- Language
- Gujarati
485
વિવેચન–૪૭૬ થી ૪૭૮
શ્રુત સમાધિ કહે છે – શ્રુત સમાધિ નિશ્ચે ચાર ભેદે છે. તે આ પ્રમાણે – (૧) મને આચારાદિ દ્વાદશાંગનું શ્રુતજ્ઞાન થશે, એ બુદ્ધિથી અધ્યયન કરે, પણ ગૌરવ આદિ આલંબનથી ન ભણે. (૨) અધ્યયન કરતો હું એકાગ્રચિત્ત થઈશ, પણ વિલુપ્ત ચિત્તે ન ભણે. (૩) અધ્યયન ન કરતાં ધર્મતત્ત્વને જાણીને આત્માને શુદ્ધ ધર્મમાં સ્થાપીશ, એ આલંબનથી અધ્યયન કરે. (૪) અધ્યયનના ફળથી સ્વયં ધર્મમાં સ્થિત થઈ, બીજા શિષ્યોને ધર્મમાં સ્થાપવા માટેના આલંબનથી ભણે. - X - શ્લોક - અધ્યયનથી જ્ઞાન થાય છે, પછી એકાગ્ર આલંબન થાય છે. વિવેકથી ધર્મમાં સ્થિત થાય છે. સ્વયં ધર્મમાં સ્થિતપણાથી બીજાને પણ સ્થાપે. વિવિધ પ્રકારના શ્રુતને ભણીને શ્રુત સમાધિમાં આસક્ત થાય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit