Dasaveyaliya 486
Dasaveyāliya: ṭīkānusārī vivecana 486
- Language
- Gujarati
486
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૭૯, ૪૮૦ [૯/૪/૪૭૯, ૪૮૦]
તપ સમાધિ ચાર ભેદે હોય છે. તે આ પ્રમાણે – (૧) આલોકના પ્રયોજનથી તપ ન કરે. (૨) પરલોકના પ્રયોજનથી તપ ન કરે. (૩) કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લોકને માટે તપ ન કરે. (૪) નિર્જરા સિવાયના બીજા કોઈપણ ઉદ્દેશથી તપ ન કરે. આ ચોથું પદ છે. અહીં શ્લોક છે – સદૈવ વિવિધ ગુણવાળા તપમાં જે રત રહે છે, તે પૌદ્ગલિક ફળની આશા રાખતા નથી, કર્મ નિર્જરાર્થી હોય છે. તપ વડે પૂર્વકૃત પાપોને ખપાવે છે અને સદૈવ તપ-સમાધિથી યુક્ત રહે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit