Dasaveyaliya 487
Dasaveyāliya: ṭīkānusārī vivecana 487
- Language
- Gujarati
487
વિવેચન–૪૭૯, ૪૮૦
હવે તપ સમાધિ કહે છે – તે ચાર ભેદે છે. તે આ પ્રમાણે – (૧) આલોક નિમિત્તે લબ્ધિ આદિની વાંછાથી અનશનાદિ રૂપ તપ ધર્મિલની જેમ ન કરે. (૨) જન્માંતરના ભોગ નિમિત્તે બ્રહ્મદત્તની જેમ તપ ન કરે. (૩) કીર્તિ - સર્વ દિશાવ્યાપી સાધુવાદ, વર્ણ - એક દિશા વ્યાપી, શબ્દ - અર્દ્ધ દિશા વ્યાપી, શ્લાઘા - તે જ સ્થાને થાય. આ કીર્તિ આદિને માટે તપ ન કરે. પણ માત્ર કર્મ નિર્જરાને માટે જ તપ કરે. ઈચ્છા રહિતપણે જેમ કર્મનિર્જરા ફળ થાય, તે રીતે જ તપ કરે. હવે શ્લોક કહે છે – વિવિધ ગુણ તપોરત જ. અનશનાદિ અપેક્ષાથી અનેક ગુણ જે તપ, તેમાં સદા રત રહે, આલોકાદિમાં આશારહિત, કર્મ નિર્જરાર્થી થઈ, એવા વિશુદ્ધ તપ વડે લાંબા કાળના સંચિત કર્મો દૂર કરે અને નવા ન બાંધે. - X -
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit