Dasaveyaliya 488
Dasaveyāliya: ṭīkānusārī vivecana 488
- Language
- Gujarati
488
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૮૧ થી ૪૮૪ [૯/૪/૪૮૧ થી ૪૮૪]
આચાર સમાધિ નિશ્ચે ચાર ભેદે હોય છે. તે આ – (૧) આ લોકના નિમિત્તે આચાર પાલન ન કરે. (૨) પરલોકના નિમિત્તે આચાર પાલન ન કરે. (૩) કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લાઘા નિમિત્તે આચાર પાલન ન કરે. (૪) આર્હત્ હેતુ સિવાયના બીજા કોઈ હેતુ નિમિત્તે આચાર પાલન ન કરે. આ ચોથું પદ છે. અહીં શ્લોક છે – જે જિનવચનમાં રત છે, તે બડબડાટ કરતાં નથી, જે જ્ઞાનથી પરિપૂર્ણ છે અને જે અતિશય આત્માર્થી છે, તે મન અને ઈન્દ્રિયોનું દમન કરનાર મુનિ આચાર સમાધિ દ્વારા સંવૃત્ત થઈને મોક્ષને અત્યંત નિકટ કરનારો હોય છે.
સુવિશુદ્ધ અને પોતાને સુસમાહિત રાખનાર સાધુ ચારે સમાધિઓને જાણીને, પોતાને માટે વિપુલ, હિતકર, સુખાવહ અને કલ્યાણકર મોક્ષપદને પામે છે. જન્મ-મરણથી મુક્ત થઈ જાય છે. નરક આદિ બધાં પર્યાયોને સર્વથા તજી દે છે અથવા શાશ્વત સિદ્ધ થઈ જાય છે. અથવા અલ્પ કર્મવાળો મહર્દ્ધિક દેવ થાય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit