Dasaveyaliya 489
Dasaveyāliya: ṭīkānusārī vivecana 489
- Language
- Gujarati
489
વિવેચન–૪૮૧ થી ૪૮૪
આચાર સમાધિ કહે છે. ભેદોની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. આર્હત - અરહંત સંબંધી હેતુ વડે, અનાશ્રવત્વ આદિથી. આચાર - અહીં મૂલગુણ, ઉત્તરગુણ - X - જિનવચનરત - આગમમાં આસક્ત, અતિન્તિન - એક વખત કંઈ કહેતા ઈર્ષ્યાથી વારંવાર ન બોલવું તે. આયતમાય-તાર્થિક - અત્યંત મોક્ષાર્થી. સંવૃત્ત - સ્થગિત આશ્રવ દ્વાર. ભાવસંધક - મોક્ષની નિકટ આત્માને કરનાર.
હવે સર્વ સમાધિ ફળ કહે છે – અનંતરોક્ત સમાધિ જાણીને સુવિશુદ્ધ મન-વચન-કાયાથી, સુસમાહિત આત્મા સત્તર ભેદે સંયમમાં રહે, આવા ધર્મરાજ્યને પામીને વિસ્તીર્ણ હિત અને ભાવિમાં અક્ષય સુખનો સમૂહ તથા આત્માનું ક્ષેમપદ પામે છે - X - X -. તેને જ સ્પષ્ટ કરતાં કહે છે – સંસારથી આવો સાધુ મુક્ત થાય છે. નારકી વગેરે સંબંધી વર્ણ સંસ્થાનાદિ સર્વથા ત્યજે છે અને ફરી ગ્રહણ ન કરવાથી શાશ્વત સુખવાળા સિદ્ધ પદને મેળવે છે. ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit