Pramāṇa · Search · About · API

Dasaveyaliya 491

Dasaveyāliya: ṭīkānusārī vivecana 491

Language
Gujarati

491

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૨૯ થી ૩૩૨ + વિવેચન [૧૦/૩૨૯ થી ૩૩૨ + વિવેચન]
નામ સકાર તે ‘સ’ કાર એવું નામ, સ્થાપના સકાર તે ‘સ’ કારની સ્થાપના, દ્રવ્ય સકાર અને ભાવ સકાર બતાવે છે. તેમાં દ્રવ્ય તે આગમ નોઆગમ જ્ઞશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત પ્રશંસાદિ વિષયક દ્રવ્ય સકાર, ભાવ સકાર, જીવ સકારમાં ઉપયુક્ત છે. અહીં જ્ઞશરીર - ભવ્ય શરીર - તદ્વ્યતિરિક્ત પ્રશંસાદિ વિષયક દ્રવ્ય સકાર ઉપયોગી છે.
નિર્દેશ, પ્રશંસા, અસ્તિભાવ એ ત્રણ અર્થમાં સ કાર છે. તેમાં નિર્દેશમાં સોઅનન્તર ઈત્યાદિ. પ્રશંસામાં આ ‘સત્પુરુષ’ છે ઈત્યાદિ. અસ્તિભાવમાં ‘સદ્ભૂત’ ઈત્યાદિ. અહીં નિર્દેશ અને પ્રશંસા એ બંનેમાં જે સ કાર છે, તેનો આ અધ્યયનમાં ઉપયોગ છે, એ જ દર્શાવે છે.
પૃથ્વી આદિ પદાર્થો છે, તેનું રક્ષણ કરવું. પ્રસ્તુત શાસ્ત્રમાં અનુષ્ઠેય અને તીર્થંકરાદિ કથિત છે, તે ભાવોને યથાશક્તિ દ્રવ્યથી અને ભાવથી આચરીને છેવટ સુધી પાળે, તે ભાવોને યથાશક્તિ દ્રવ્યથી અને ભાવથી આચરીને છેવટ સુધી પાળે, તે ભિક્ષુ છે. તે અર્થમાં જે ભિક્ષણ-શીલ છે, પણ ઉદરભરણાર્થે જીવતો નથી તે ભિક્ષુ છે. ‘સ ભિક્ષુ’ નિર્દેશમાં સકાર છે.
હવે ‘પ્રશંસા’માં કહે છે – ચરક, મરુક, શાક્યાદિ, ભિક્ષણશીલ છે પણ સાધુના ગુણ ન હોવાથી તેમને અહીં ન લેવા. આ અધ્યયનમાં બતાવેલા ગુણવાળો સાધુ હોય, તે ભિક્ષુ જાણવો. સત્‌ ભિક્ષુ તે અભિક્ષુ. આ પ્રમાણે પ્રશંસા અને નિર્દેશ અર્થમાં સકાર કહ્યો. હવે ભિક્ષુનું વર્ણન.