Dasaveyaliya 492
Dasaveyāliya: ṭīkānusārī vivecana 492
- Language
- Gujarati
492
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૩૩ થી ૩૩૭ + વિવેચન [૧૦/૩૩૩ થી ૩૩૭ + વિવેચન]
‘ભિક્ષુ’નો નામાદિ નિક્ષેપ કરવો. નિરુક્ત ભિક્ષુ જ કહેવા. તથા એકાર્થિક પર્યાય શબ્દો કહેવા. લિંગ - સંવેગ આદિ. અગુણી ભિક્ષુ ન લેવા પણ ગુણસ્થિતને જ લેવા. અહીં પ્રતિજ્ઞા આદિ પાંચ અવયવો કહેવાશે. આ દ્વાર ગાથા સંક્ષેપથી કહી. હવે વિસ્તારથી અનુક્રમે કહેવાશે.
નામભિક્ષુ, સ્થાપનાભિક્ષુ, દ્રવ્યભિક્ષુ અને ભાવભિક્ષુ. તેમાં પહેલાં બેને છોડીને દ્રવ્યભિક્ષુ કહે છે – તે આગમ-નોઆગમ-જ્ઞશરીર-ભવ્ય શરીર તદ્વ્યતિરિક્ત એક ભવિકાદિ ભેદે છે. બીજા પણ ભેદ છે.
હવે દ્રવ્ય ભિક્ષુનું લક્ષણ કહેશે – ભેદક તે પુરુષ, ભેદન - પરસુ આદિ, ભેદવા યોગ્ય તે કાષ્ઠ આદિ. આ ભેદક આદિ ત્રણેનું સ્વરૂપ પૃથક્ કહેવાશે. જેમ સુતાર આદિ ભેદન ભેત્તવ્ય સંયુક્ત થઈ - ક્રિયા વિશિષ્ટ વિદારણ આદિ કાષ્ઠ સમન્વિત દ્રવ્યભિક્ષુ, તે દ્રવ્યને ભેદે છે. તથા બીજા પણ દ્રવ્યભિક્ષુ-અપારમાર્થિકા છે. કોણ? જેઓ ભિક્ષણશીલ છે, તેઓ પાપસ્થાનથી અનિવૃત્ત છે તેવા પાચક છે. તેના બે ભેદો છે – ગૃહસ્થો અને બીજા વેશધારી. તેને બતાવે છે –
ગૃહસ્થો નિત્ય આરંભક છે, તેઓ છ જીવનિકાયનો આરંભ કરનારા અને ભોળા લોકોને ઠગનારા છે. ‘અમે ભૂદેવ છીએ’ લોકના હિતને માટે જનમ્યા છીએ. માટે અમને ગાય, વસ્ત્ર વગેરે આપો. એ પ્રમાણે કરનારને ગૃહસ્થ ભિક્ષુ જાણવા. દ્રવ્ય ભિક્ષણશીલત્વથી તે દ્રવ્યભિક્ષુ છે. આ બ્રાહ્મણો અને બાવા વગેરે આજીવિકા માટે દ્રવ્યાદિ ભેગું કરે છે, તે બાવા તથા બ્રાહ્મણોનો હેતુ દ્રવ્ય માટે હોવાથી તે દ્રવ્યભિક્ષુ જાણવા.
ગૃહસ્થ દ્રવ્યભિક્ષુ કહ્યા, હવે વેશધારીને બતાવે છે –