Dasaveyaliya 493
Dasaveyāliya: ṭīkānusārī vivecana 493
- Language
- Gujarati
493
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૩૮ થી ૩૪૧ + વિવેચન [૧૦/૩૩૮ થી ૩૪૧ + વિવેચન]
શાક્ય ભિક્ષુ આદિ અતત્ત્વને તત્ત્વ માનનારા હોવાથી પ્રશમ આદિ ચિહ્ન શૂન્ય, પૃથ્વી આદિ સ્થાવર અને બેઈન્દ્રિયાદિ ત્રસનો નિત્ય વધ કરવામાં રક્ત. કેમકે બ્રહ્મચારી અને સંચય કરનારા છે. તેથી અપ્રધાનત્વથી દ્રવ્યભિક્ષુ છે. સંચય કરવાથી આ અબ્રહ્મચારી છે. તેથી સંચય કહે છે – દાસી આદિ દ્વિપદ, ગાય આદિ ચતુષ્પદ, હિરણ્યાદિ ધન, શાલિ આદિ ધાન્ય, કુપ્ય, આ બધામાં મન-વચન-કાયાથી કરવું-કરાવવું અને અનુમોદવુમાં આસક્ત રહે છે.
(શંકા) સદ્ભૂત ગુણના અનુષ્ઠાનથી શું આવા ન હોય? (સમાધાન) સચિત્તભોજી, તે પણ માંસ અને અપ્કાયાદિભોજી છે. કેમકે તેનો નિષેધ નથી. સ્વયં રાંધનારા તાપસાદિ, ઉદ્દિષ્ટભોજી, આ બધાં દુર્ગુણો શાક્યાદિમાં છે. તેવા જ બીજા તપસ્વી પણ છે. પિંડવિશુદ્ધિના અપરિજ્ઞાનથી આમ કહ્યું. ત્રણ યોગ, ત્રણ કરણના પરિગ્રહમાં આસક્ત કહ્યા, તે બતાવે છે –
કરણત્રિક - મન, વચન, કાયા રૂપ છે. યોગ ત્રિક - કૃત, કારિત, અનુમતિ રૂપ છે. પોતાના માટે સપાય પ્રવૃત્તિથી શરીરની પુષ્ટિ કરે છે અને મિત્રાદિના ઉપભોગ સાધનને માટે, તથા ઉભય સાધનાર્થે, એ રીતે પોતાના અર્થે અને પ્રયોજન વિના પણ આર્ત્તધ્યાન, ચિંતન, કઠોર, ભાષણ, લક્ષ વેધનાદિથી પ્રાણાતિપાત આદિમાં પ્રવૃત્ત શાક્ય આદિને દ્રવ્યભિક્ષુ જાણવા. સ્ત્રી સંયોગાદિ શુદ્ધ તપોનુષ્ઠાનના અભાવથી અબ્રહ્મચારી છે – દાસી આદિના પરિગ્રહથી પરિણામ અશુદ્ધ થાય, તેથી શાક્ય સાધુ નથી. શુદ્ધ તપના અભાવે તાપસાદિ કુતીર્થિકો અબ્રહ્મચારી છે. બ્રહ્મ શબ્દથી શુદ્ધ તપ જાણવો, માટે અબ્રહ્મચારી. દ્રવ્યભિક્ષુઓ કહ્યા. હવે ભાવભિક્ષુ કહે છે –