Pramāṇa · Search · About · API

Dasaveyaliya 494

Dasaveyāliya: ṭīkānusārī vivecana 494

Language
Gujarati

494

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૪૨ થી ૩૪૫ + વિવેચન [૧૦/૩૪૨ થી ૩૪૫ + વિવેચન]
ભાવભિક્ષુ બે ભેદે છે – આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી એટલે ભિક્ષુ પદાર્થજ્ઞ, તેમાં ઉપયુક્ત ભિક્ષુગુણનો સંવેદક વળી નોઆગમથી ભાવભિક્ષુ થાય છે. એ પ્રમાણે ભિક્ષુનો નિક્ષેપ કહ્યો. હવે નિરુક્ત કહે છે – ભિક્ષુનું નિશ્ચિત એટલે ખરેખરું શબ્દના અર્થવાળું રૂપ બતાવવું એટલે ભેદક, ભેદન અને ભેતવ્ય એમ કહેવાતા ત્રણ ભેદો વડે ત્રણ પ્રકારના છે. તે જ વાતને સ્પષ્ટ કરે છે –
ભેદક તે અહીં આગમમાં ઉપયુક્ત સાધુ છે. તથા બાહ્ય અને અભ્યંતર તપના ભેદથી વર્તે છે. ભેતવ્ય - ભેદવા યોગ્ય, જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મો. તે ભૂખ આદિ દુઃખના હેતુપણે છે. તેથી ભૂખ શબ્દ જોડવો. તેથી નિરુક્ત - જે શાસ્ત્રની રીતિએ તપસ્યા કરીને કર્મને ભેદે તેને ભિક્ષુ જાણવો. જે ભૂખને વેદે તે ભિક્ષુ. ભાવથી તેવા ગુણોમાં યત્ન કરે તેથી તે યતિ કહેવાય, અન્યથા નહીં. સત્તર પ્રકારના સંયમનો અનુષ્ઠાયી હોવાથી સંયમ ચરક છે. સંસારને પરીત કરવાથી તે ભવાંત કહેવાય છે, અન્યથા ન કહેવાય. હવે બીજા પ્રકારે નિરુક્તને કહે છે
જે ભિક્ષા માત્રથી સર્વથા શુદ્ધ વૃત્તિ જેની છે, ભિક્ષાના આચારવાળો છે, તેથી તે ભિક્ષુ છે. આ પ્રસંગથી બીજા ભિક્ષુ શબ્દના પર્યાયો છે તેનું નિરુક્ત કહે છે. કર્મ ખપાવવાથી ક્ષપણ કહેવાય. સંયમ તપમાં એટલે સંયમમાં તપ મુખ્ય છે, તે સંયમ-તપને આદરવાથી તપસ્વી કહેવાય છે. એ પ્રમાણે બીજા પણ પર્યાયો હોય તો તેના અર્થથી ભિક્ષુ શબ્દનું નિરૂક્ત થાય છે. હવે એકાર્થિક દ્વાર કહે છે –