Pramāṇa · Search · About · API

Dasaveyaliya 495

Dasaveyāliya: ṭīkānusārī vivecana 495

Language
Gujarati

495

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૪૬ થી ૩૪૮ + વિવેચન [૧૦/૩૪૬ થી ૩૪૮ + વિવેચન]
વિશુદ્ધ સમ્યગ્‌દર્શનાદિના લાભથી ભાવસમુદ્રને તરવાથી તે તીર્ણ કહેવાય છે. તાય - સુદૃષ્ટ માર્ગને કહેવો, તે તાય જેને છે તે તાયી. અર્થાત્‌ સુપરિજ્ઞાત દેશનાથી શિષ્યોને તારે. દ્રવ્ય - રાગદ્વેષ રહિત. વ્રતી - હિંસાદિથી વિરત. ક્ષાંત - ક્ષમાને કરે છે તે. ઈન્દ્રિયાદિને દમે છે તે દાંત, વિરત - વિષયસુખથી નિવૃત્ત. જગત્‌ને ત્રિકાળ અવસ્થામાં માને છે તે મુનિ. તપથી પ્રધાન તે તાપસ. અપ્‌વર્ગ માર્ગના પ્રજ્ઞાપક તે. પ્રરૂપક, ઋજુ - માયારહિત કે સંયમી. ભિક્ષુ - પૂર્વવત્‌, બુદ્ધ - તત્ત્વને જાણનાર. યતિ - ઉત્તમ આશ્રમી કે પ્રયત્નવાન્‌. વિદ્વાન - પંડિત. તથા – પ્રવ્રજિત - પાપથી છૂટેલો, અનગાર - દ્રવ્ય અને ભાવઆગાર રહિત, પાષંડી - પાશથી છૂટેલો, ચરક - પૂર્વવત્‌. બ્રાહ્મણ - વિશુદ્ધ બ્રહ્મચારી, પરિવ્રાજક - પાપને વર્જનારા, શ્રમણ આદિ - પૂર્વવત્‌.
સાધુ - નિર્વાણ સાધક યોગની સાધનાથી સાધુ. રૂક્ષ - સ્વજનાદિમાં સ્નેહના વિરહથી રૂક્ષ. ભવસમુદ્રથી તરવાનો અર્થી - તીરાર્થી. આ બધાં નામે ભિક્ષુના એક અર્થવાળા છે, તે તપસંયમમાં રક્ત એવા ભાવસાધુના નામો જાણવા. એકાર્થિક દ્વાર કહ્યું. હવે લિંગ દ્વાર –