Pramāṇa · Search · About · API

Dasaveyaliya 496

Dasaveyāliya: ṭīkānusārī vivecana 496

Language
Gujarati

496

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૪૯, ૩૫૦ + વિવેચન [૧૦/૩૪૯, ૩૫૦ + વિવેચન]
સંવેગ - મોક્ષ સુખની અભિલાષા, નિર્વેદ - સંસાર વિષય, વિષય વિવેક - વિષયનો પરિત્યાગ, સુશીલ સંસર્ગ. આરાધના - ચરમકાળે નિર્યાપણરૂપ, તપ - યથાશક્તિ અનશનાદિનું સેવન, જ્ઞાન - યથાવસ્થિત પદાર્થ વિષયક. દર્શન - નિસર્ગ આદિ. ચારિત્ર - સામાયિકાદિ. વિનય - જ્ઞાનાદિનો. તથા ક્ષાંતિ - આક્રોશાદિના શ્રાવવા છતાં પણ ક્રોધનો ત્યાગ. જાત્યાદિ ભાવ છતાં પણ માનત્યાગથી માર્દવ, બીજાએ કપટ કર્યા છતાં માયાનો ત્યાગ તે આર્જવ, ધર્મોપગરણમાં પણ અમૂર્ચ્છા તે વિમુક્તતા. અશનાદિ ન મળે તો પણ અદીનત રહે. ક્ષુધા આદિ પરીષહ આવે તો પણ સહન કરે તે તિતિક્ષા. અવશ્ય કરણીય યોગમાં નિરતિચારતા તે આવશ્યક પરિશુદ્ધિ. આ જે ગુણો બતાવ્યા તે ભાવસાધુના લિંગો છે.
૦ હવે અવયવદ્વાર કહે છે –