Pramāṇa · Search · About · API

Dasaveyaliya 497

Dasaveyāliya: ṭīkānusārī vivecana 497

Language
Gujarati

497

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૫૧ થી ૩૫૯ + વિવેચન [૧૦/૩૫૧ થી ૩૫૯ + વિવેચન]
આ અધ્યયનમાં કહેલ ગુણવાળો ભિક્ષુ ભાવસાધુ થાય છે. તેનું સ્વરૂપ આ છે – આ ગુણોથી રહિત સાધુ ન કહેવાય. આ અમારો પક્ષ - પ્રતિજ્ઞા છે. અહીં પક્ષ ધર્મ શું છે? એવી આશંકાથી કહે છે – અવિદ્યમાન ગુણ તે અગુણ, તેનો ભાવ તે તત્ત્વ, તેથી આ હેતુ છે. અધ્યયન ગુણ શૂન્યના ભિક્ષુત્વનો નિષેધ છે, તે સાધ્ય છે. અહીં દૃષ્ટાંત શું છે? અહીં નિદર્શન શું છે? તે આશંકાથી કહે છે - સુવર્ણ - સ્વગુણ રહિત સોનું ન કહેવાય, તેમ સાધુના ગુણથી રહિત તે સાધુ ન કહેવાય. હવે સુવર્ણના ગુણો કહે છે –
[નોંધ – સુવર્ણના ગુણો વગેરેનો જે વિષય અહીં રજૂ થયેલો છે, તેનો અમે સારમાત્ર રજૂ કરેલ છે. કેમકે અમને દાર્ષ્ટાન્તિક માટે આ દૃષ્ટાંત વર્તમાન કાળાનુસારે અપ્રસ્તુત લાગે છે. છતાં નિર્યુક્તિકાર અને વૃત્તિકારશ્રીના બહુમાન ભાવથી નોંધ લીધેલી છે.]
વિષઘાતી, રસાયણ, મંગલરૂપ, નરમ, તપતા પીગળી જાય, વજનમાં ભારે, અગ્નિથી બળી ન જાય, કાટ વગેરેથી બગડી ન જાય, ઈત્યાદિ ગુણો સુવર્ણમાં છે. હવે તેનો સાર કહે છે –
સોનાની ચાર પ્રકારે પરીક્ષા કરવી. કષ, છેદ, તાપ અને તાડના. તેનાથી નિશ્ચિત થતું સુવર્ણ જ પોતાના કાર્યનું સાધક છે.
પૂર્વોક્ત ગુણોવાળુ સોનું છે, પણ કસોટી આદિમાં જે ગુણો ન દેખાડે તે અશુદ્ધ છે, તેથી તે સોનું ન કહેવાય. એ પ્રમાણે રજોહરણાદિ રાખવા માત્રથી સાધુ ન કહેવાય અને ભીખ માંગીને ખાય, તેટલા માત્રથી ભિક્ષુ ન કહેવાય.
જે સાધુ ઔદ્દેશિક આહાર કરે, છકાયનો હિંસક હોય, પૃથ્વીકાયાદિનો આરંભ કરે કે અનુમોદે, નજરે દેખાતા પ્રાણી જીવોને દુઃખ આપે, વિના કારણે એક જ સ્થાને મઠ બાંધીને રહે, તેથી સંસારની મૂર્ચ્છા થાય, તેને સાધુ કેમ કહેવાય? હવે નિગમન કહે છે –
આ અધ્યયનમાં બતાવેલા ભિક્ષુના ગુણો મૂળગુણ રૂપ જ કહ્યા. તે ગુણવાળો જ ભિક્ષુ છે. તથા ઉત્તરગુણ પાલક અને ચારિત્ર ધર્મમાં પ્રસન્નતા ધારક તે ભાવભિક્ષુ છે.
નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્નનો અવસર છે. તેમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ. તે આ –