Pramāṇa · Search · About · API

Dasaveyaliya 498

Dasaveyāliya: ṭīkānusārī vivecana 498

Language
Gujarati

498

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૮૫ થી ૪૮૯ [૧૦/૪૮૫ થી ૪૮૯]
[૪૮૫] જે તીર્થંકર ભગવંતની આજ્ઞાથી પ્રવ્રજિત થઈને નિર્ગ્રન્થ પ્રવચનમાં સદા સમાહિત ચિત્ત રહે છે, જે સ્ત્રીઓને વશીભૂત થતો નથી, વમન કરેલા વિષયભોગોને ફરી સેવતો નથી, તે ભિક્ષુ છે.
[૪૮૬] જે સચિત્ત પૃથ્વીને ખોદતો નથી, બીજા પાસે ખોદાવતો નથી, સચિત્ત પાણી પીતો નથી કે પીવડાવતો નથી. અગ્નિને સળગાવતો નથી કે બીજા પાસે સળગાવડાવતો નથી, તે ભિક્ષુ છે.
[૪૮૭] જે વીંઝણા આદિથી હવા કરતો નથી કે કરાવતો નથી, વનસ્પતિનું છેદન કરતો નથી કે કરાવતો નથી, બીજ આદિનું સદા વિવર્જન કરતો સચિત્તનો આહાર કરતો નથી, તે ભિક્ષુ છે.
[૪૮૮] ભોજન બનાવવામાં પૃથ્વી, તૃણ અને કાષ્ઠને આશ્રિતા રહેલા ત્રસ અને સ્થાવર જીવોનો વધ થાય છે. તેથી જે ઔદ્દેશિકાદિ દોષવાળા આહારનો ઉપભોગ કરતો નથી, તથા જે સ્વયં રાંધતો નથી કે બીજા પાસે રંધાવતો નથી, તે ભિક્ષુ છે.
[૪૮૯] જે જ્ઞાતપુત્ર ભગવંત મહાવીરના વચનોમાં રુચિ રાખીને છ કાયિક જીવોને આત્મવત્‌ માને છે, જે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. જે પાંચ આશ્રવોનું સંવરણ કરે છે, તે ભિક્ષુ છે.

Linked texts (1)