Pramāṇa · Search · About · API

Dasaveyaliya 499

Dasaveyāliya: ṭīkānusārī vivecana 499

Language
Gujarati

499

વિવેચન–૪૮૫ થી ૪૮૯
દ્રવ્ય કે ભાવ ગૃહથી પ્રવ્રજ્યા સ્વીકારીને નીકળવું. તીર્થંકર કે ગણધરના ઉપદેશથી યોગ્યતા હોય ત્યારે નીકળે. કઈ રીતે? તીર્થંકર અને ગણધરના વચનથી તત્ત્વને જાણીને, સર્વકાળે ચિત્તથી અતિ પ્રસન્ન થઈને અર્થાત્‌ પ્રવચનમાં જ અભિયુક્ત થાય અને તેનાથી વિપરીત હોય તો તેના સમાધાનનો ઉપાય કહે છે – સર્વે અસત્‌ કાર્યોના નિબંધન રૂપ. તેને કદાપિ વશ ન થાય. તેને વશ થયેલ જ નિયમથી વમેલાને ફરી પીવે છે. બુદ્ધ વચનથી ચિત્તના સમાધાન થકી સર્વથા સ્ત્રીવશ પણાના ત્યાગથી, કેમકે આ ઉપાય વડે અન્ય ઉપાય અસંભવે છે, તેથી પરિત્યક્ત એવા વિષય-જંબાલને જરા પણ આભોગથી કે અનાભોગથી ન સેવે તે ભિક્ષુ અર્થાત્‌ ભાવભિક્ષુ છે.
સચેતન આદિ રૂપ પૃથ્વીને સ્વયં ખોદે નહીં, બીજા પાસે ખોદાવે નહીં, ખોદતા એવાને અનુમોદે નહીં. એ પ્રમાણે બધે જાણવું. સચિત્ત પાણી ન પોતે પીવે, ન બીજાને પીવડાવે. અગ્નિ, છ જીવનો ઘાતક છે. કોની જેમ? તે કહે છે – ખડ્ગાદિ શસ્ત્ર અને ઉજ્વાલિત અગ્નિની જેમ. તેને સ્વયં ન સળગાવે, બીજા પાસે ન સળગાવડાવે, જે આવો છે, તે ભિક્ષુ છે.
(શંકા) છ જીવનિકાયાદિમાં બધાં અધ્યયનોમાં આ અર્થ કહેલ છે, તો ફરી કેમ કહ્યો?
(સમાધાન) ઉક્તાર્થ અનુષ્ઠાનરત જ ભિક્ષુ છે. તે જણાવવા માટે કહ્યું, તેથી તેમાં દોષ નથી.
વાયુના હેતુ માટે વસ્ત્રના છેડાથી પોતાને સ્વયં ન પવન નાંખે, ન બીજા પાસે નંખાવે. હરિત - લીલું ઘાસ વગેરે પોતે છેદે નહીં, બીજા પાસે ન છેદાવે. બીજ - હરિત ફળ રૂપ, ઘઉં આદિને સર્વકાળ સંઘટ્ટનાદિ ક્રિયા વડે તજી દે. કદાચિત્‌ અપ્રષ્ટ આલંબનથી સચિત્તને ન આહારે - ન ખાય, તે ભિક્ષુ છે.
ઔદ્દેશિકાદિના પરિહારથી ત્રસ-સ્થાવરનો પરિહાર કરે છે - બેઈન્દ્રિય આદિ, પૃથ્વી આદિનું હનન થાય છે. શેનાથી? ઔદ્દેશિક કરવામાં વિશેષ શું? પૃથ્વી, તૃણ, કાષ્ઠ નિશ્રિત - તેના સમારંભથી. જો એમ છે તો ઔદ્દેશિક, કૃત આદિ બીજા સાવદ્ય ન ભોગવે, માત્ર એટલું જ નહીં, પણ સ્વયં રાંધે નહીં, બીજા પાસે રંધાવે નહીં, રાંધનારને અનુમોદે નહીં, એવો તે ભિક્ષુ છે.
વીતરાગે કહેલ, વિધિ પ્રમાણે ચારિત્ર ભાવનાને પ્રિય માનીને મહાવીર પ્રભુના વચનાનુસાર પૃથ્વી આદિ છ કાયને પણ પોતાના જીવ જેવા પ્રિય ગણે, પંચ મહાવ્રતને પાળે, પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રયને છોડીને પાંચ ઈન્દ્રિયોને અંકુશમાં રાખે તે ભાવભિક્ષુ છે.

Linked texts (1)