Dasaveyaliya 500
Dasaveyāliya: ṭīkānusārī vivecana 500
- Language
- Gujarati
500
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૯૦ થી ૪૯૪ [૧૦/૪૯૦ થી ૪૯૪]
[૪૯૦] જે ચાર કષાયોનું વમન કરે છે, તીર્થંકરોના પ્રવચનમાં સદા ધ્રુવયોગી રહે છે, અકિંચન છે, સ્વયં સોના અને ચાંદીથી મુક્ત છે, ગૃહસ્થનો યોગ કરતો નથી, તે ભિક્ષુ છે.
[૪૯૧] જે સમ્યગ્દૃષ્ટિ છે, જે સદા અમૂઢ છે, જ્ઞાન-તપ-સંયમમાં આસ્થાવાન છે, તથા તપથી પાપકર્મોને નષ્ટ કરે છે અને જે મન, વચન, કાયાથી સુસંવૃત્ત છે, તે ભિક્ષુ છે.
[૪૯૨] પૂર્વોક્ત એષણા વિધિથી વિવિધ અશન, પાન, ખાદિમ, સ્વાદિમને પામીને ‘આ કાલે કે પરમદિવસે કામ આવશે’ એવા વિચારથી જે તે આહારને સંચિત ન કરે, ન કરાવે તે ભિક્ષુ.
[૪૯૩] પૂર્વોક્ત પ્રકારે વિવિધ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પામીને જે પોતાના સાધર્મિક સાધુને નિમંત્રિત કરીને ખાય છે, તથા ભોજન કરીને સ્વાધ્યાયમાં રત રહે છે, તે જ ભિક્ષુ છે.
[૪૯૪] જે કલહ ઉત્પન્ન કરનારી કથા ન કરે અને કોપ પણ ન કરે, જેની ઈન્દ્રિયો નિભૃત રહે છે, જે પ્રશાંત રહે છે, જે સંયમમાં ધ્રુવયોગી છે, ઉપશાંત રહે છે અને જે ઉચિત કાર્યનો અનાદર કરતો નથી, તે ભિક્ષુ છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit