Pramāṇa · Search · About · API

Dasaveyaliya 502

Dasaveyāliya: ṭīkānusārī vivecana 502

Language
Gujarati

502

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૯૫ થી ૪૯૯ [૧૦/૪૯૫ થી ૪૯૯]
[૪૯૫] જે સાધુ ઈન્દ્રિયોને કાંટા સમાન ખુંચનારા આક્રોશ વચનો, પ્રહારો, તર્જનાઓ અને અતિ ભયોત્પાદક અટ્ટહાસ્યોને સહેનાર તથા સુખ-દુઃખને સમભાવપૂર્વક સહન કરી લે, તે ભિક્ષુ છે.
[૪૯૬] જે સાધુ સ્મશાનમાં પ્રતિમા અંગીકાર કરીને ત્યાંના અતિ ભયોત્પાદક દૃશ્યોને જોઈને ભયભીત થતો નથી, તથા વિવિધ ગુણો અને તપમાં રત રહે છે, જે શરીરની પણ આકાંક્ષા નથી કરતા તે મુમુક્ષુ ભિક્ષુ છે.
[૪૯૭] જે મુનિ વારંવાર દેહનો વ્યુત્સર્ગ અને મમત્વ ત્યાગ કરે છે. જે કોઈના દ્વારા આક્રોશ કરતા કે પીટાતા અથવા શસ્ત્રાદિથી ક્ષત-વિક્ષત કરાવા છતાં પણ પૃથ્વીની સમાન સર્વસહા-ક્ષમાશીલ રહે છે. જે કોઈ પ્રકારનું નિયાણું નથી કરતો, કૌતુક નથી કરતો, તે જ ભિક્ષુ છે.
[૪૯૮] જે સાધુ પોતાના શરીરથી પરીષહોને જીતીને જાતિપથ થકી પોતાનો ઉદ્ધાર કરી લે છે, જે જન્મ-મરણરૂપ સંસારને મહાભય જાણીને શ્રમણવૃત્તિ અને યોગ-તપશ્ચર્યામાં રત રહે છે, તે ભિક્ષુ છે.
[૪૯૯] જે સાધુ હાથથી, પગથી, વાણીથી અને ઈન્દ્રિયોથી સંયત છે, અધ્યાત્મમાં રત છે, જેની આત્મા સમ્યક્‌ રૂપથી સમાધિસ્થ છે અને જે સૂત્ર તથા અર્થને વિશેષરૂપે જાણે છે, તે ભિક્ષુ છે.

Linked texts (1)