Dasaveyaliya 503
Dasaveyāliya: ṭīkānusārī vivecana 503
- Language
- Gujarati
503
વિવેચન–૪૯૫ થી ૪૯૯
નિશ્ચે જે મહાત્મા સમ્યક્પણે ઈન્દ્રિયોના દુઃખ હેતુ કાંટાને સહન કરે છે, તે સ્વરૂપથી કહે છે – આક્રોશ, પ્રહાર અને તર્જતા. તેમાં આક્રોશ - ચકારાદિથી, પ્રહાર - કશ આદિથી, તર્જતા - અસૂયાદિથી તથા અત્યંત રૌદ્ર ભયજનક શબ્દો જે સ્થાનમાં સપ્રહાસ છે તે લેવા તથા વૈતાલાદિ વડે કરાયેલ આર્ત્તનાદ અર્થાત્ અટ્ટહાસ્યને સહન કરે. અહીં ઉપસર્ગો થતાં સુખ-દુઃખને સમ્યક્ સહે - જે અચલિત સામાયિક ભાવ છે, તે ભિક્ષુ છે.
આ જ વાતને સ્પષ્ટ કરે છે – ‘માસ’ આદિ રૂપ પ્રતિમાને વિધિવત્ સ્વીકારીને, સ્મશાનમાં ભૈરવ ભયોને જોઈને, રૌદ્ર ભય હેતુને પામીને, વૈતાલ આદિ રૂપ શબ્દાદિ સાંભળીને ભય ન રાખે. સર્વકાળ મૂળ ગુણાદિ અનશનાદિમાં આસક્ત થઈ સર્વકાળ રહે, શરીરની પણ કાંક્ષા ન કરે, નિસ્પૃહતાથી વર્તે. જે આવે છે, તે ભિક્ષુ છે. એકવાર નહીં પણ હંમેશાં નિર્મમત્વ બની શરીરની વિભૂષા આદિ છોડીને, કોઈના આક્રોશથી કે મારથી અથવા તલવારના ઘાથી કે કૂતરા, શિયાળ કરડી ખાવાથી મુનિ ક્રોધાયમાન ન થતાં પૃથ્વી માફક સર્વ કંઈ સહન કરે, પણ રાગ-દ્વેષ ન કરે, બીજા ભવમાં ભોગોની આશા ન રાખે, નટ વગેરેના કૌતુક ન જુએ, તે ભાવભિક્ષુ છે.
ભિક્ષુ સ્વરૂપના અભિધાનના અધિકારથી જ કહે છે – એકલા મન, વચનથી નહીં પણ કાયા સાથે એટલે મન, વચન, કાયાથી સિદ્ધાંતની નીતિએ જે સુખા આવે તે સહન કરે. તે બાવીસે પરીષહો ક્ષુધાદિને સંતોષથી સહન કરે અને જન્મ-મરણના માર્ગથી આત્માને બચાવે. જન્મ-મરણને સંસારમાં મહાભયનું કારણ જાણી તપમાં રત રહે અને સાધુપણામાં નિર્મળ ભાવના રાખે તે ખરો ભિક્ષુ છે.
તથા હાથથી સંયત, પગથી સંયત એટલે કારણ વિના કાચબા માફક લીન થઈને રહે. કારણે સમ્યક્ રીતે જાય. વાક્સંયત - અકુશલ વચનનો નિરોધ, કુશળ વચનની ઉદીરણા કરે. ઈન્દ્રિયોના વિષયથી નિવૃત્ત થાય, પ્રશસ્ત ધ્યાનમાં આસક્ત બને, ધ્યાન અપાદક ગુણોમાં આત્માને સુસમાહિત કરે. સૂત્રાર્થને યથાવસ્થિત વિધિથી ગ્રહણ કરે અને જે યથાવિષય સમ્યગ્ હોય તેને જાણે. તે ભિક્ષુ છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit