Dasaveyaliya 504
Dasaveyāliya: ṭīkānusārī vivecana 504
- Language
- Gujarati
504
‘દશવૈકાલિક’ સૂત્ર–૫૦૦ થી ૫૦૫ [૧૦/૫૦૦ થી ૫૦૫]
[૫૦૦] જે સાધુ વસ્ત્રાદિ ઉપધિમાં મૂર્ચ્છિત નથી, અગૃદ્ધ છે, અજ્ઞાત ફળોથી ભિક્ષાની એષણા કરે છે, સંયમને નિસ્સાર કરી દેનારા દોષોથી રહિત છે, ક્રય-વિક્રય અને સંનિધિથી રહિત છે તથા બધાં પ્રકારના સંગોથી મુક્ત છે, તે ભિક્ષુ છે.
[૫૦૧] જે ભિક્ષુ લોલુપતા રહિત છે, રસોમાં ગૃદ્ધ નથી, અજ્ઞાત કુળોમાં ભિક્ષાચારી છે, અસંયમી જીવનની આકાંક્ષા કરતાં નથી, ઋદ્ધિ-સત્કાર અને પૂજાનો ત્યાગ કરે છે, જે સ્થિતાત્મા છે અને છળથી રહિત છે, તે ભિક્ષુ છે.
[૫૦૨] ‘પ્રત્યેક વ્યક્તિના પુન્ય-પાપ પૃથક્ પૃથક્ હોય છે’ એમ જાણીને, જે બીજાને એમ નથી કહેતા કે કુશીલ છે. તથા જેનાથી બીજો કુપિત થાય, તેવી વાત પણ કરતા નથી અને જે પોતાની આત્માને સર્વોત્કૃષ્ટ માનીને અહંકાર કરતો નથી, તે ભિક્ષુ છે.
[૫૦૩] તે જાતિનો મદ ન કરે, રૂપનો મદ ન કરે, લાભનો મદ ન કરે, શ્રુતનો મદ ન કરે, જે બધાં મદોનો ત્યાગ કરી કેવળ ધર્મ-ધ્યાનમાં રત રહે છે, તે ભિક્ષુ છે.
[૫૦૪] જે મહામુનિ શુદ્ધ ધર્મનો ઉપદેશ કરે છે, સ્વયં ધર્મમાં સ્થિત થઈને બીજા ધર્મમાં સ્થાપિત કરે છે. જે પ્રવ્રજિત થઈને કુશીલ લિંગને છોડી દે છે તથા હાસ્યોત્પાદક કુતૂહલ પૂર્ણ ચેષ્ટા કરતો નથી, તે ભિક્ષુ છે.
[૫૦૫] પોતાના આત્માને સદા શાશ્વત હિતમાં સુસ્થિત રાખનારો પૂર્વોક્ત ભિક્ષુ આ અશુચિ અને અશાશ્વત દેહવાસને સદાને માટે છોડી દે છે, તથા જન્મ-મરણના બંધનનું છેદન કરીને અનુપરાગમન નામક સિદ્ધિ ગતિને પામે છે - - તેમ હું કહું છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit