Pramāṇa · Search · About · API

Dasaveyaliya 505

Dasaveyāliya: ṭīkānusārī vivecana 505

Language
Gujarati

505

વિવેચન–૫૦૦ થી ૫૦૫
વસ્ત્રાદિ રૂપ ઉપધિ વિષયક મોહત્યાગથી - અમૂર્ચ્છિત. પ્રતિબંધ ભાવથી અગૃદ્ધ બની ભાવ પરિશુદ્ધ થઈ અજ્ઞાત વૃત્તિથી ચરે. સંયમ-સારતા અપાદક દોષરહિત, દ્રવ્યભાવ ભેદભિન્ન ક્રય-વિક્રય અને પર્યુષિત સ્થાનથી નિવૃત્ત, દ્રવ્ય-ભાવ સંગથી અપગત છે, તે ભિક્ષુ છે.
અલોલ - અપ્રાપ્તની પ્રાર્થના ન કરે, સાધુ રસોમાં ગૃદ્ધ ન બને અને લાભમાં અપ્રતિબદ્ધ રહે, ઉંછવૃત્તિથી ચરે, ભાવ ઉંછ પૂર્વવત્‌ છે. વિશેષ એ કે ત્યાં ઉપધિને આશ્રીને કહેલ, અહીં માટે કહેલ છે. અસંયમી જીવિતની આકાંક્ષા ન કરે, આમર્ષૌષધિ આદિ રૂપ ઋદ્ધિ, વસ્ત્રાદિથી સત્કાર, સ્તવનાદિ વડે પૂજનનો ત્યાગ કરે છે. તે અર્થ માટે પ્રયત્ન ન કરે. સ્થિતાત્મા જ્ઞાનાદિમાં પુરુષાર્થ કરે, તે ભિક્ષુ છે.
પોતાના શિષ્ય સિવાય બીજાને ‘આ કુશીલ છે’ તેવા અપ્રીત્યાદિ દોષ વચનો ન કહે, પોતાના શિષ્યોને પણ શિક્ષાગ્રહણ બુદ્ધિથી જ કહે. સામાના ગમે તેવા અપરાધમાં પણ કોપ ન કરે. કેમકે પ્રત્યેક પુન્ય-પાપ બીજાના સંબંધી નથી. પોતાના જ છે. પોતાના ગુણોનો અહંકાર ન કરે, તે ભિક્ષુ છે.
મદના પ્રતિષેધને માટે કહે છે – હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું એવો જાતિમદ ન કરે. હું રૂપવાન છું એવો મદ ન કરે ઈત્યાદિ - X - આના વડે કુળ મદાદિને પણ જાણવા. આ બધાં મદનો પરિત્યાગ કરીને આગમમાં કહ્યા મુજબ ધર્મધ્યાન રત બને, તે ભિક્ષુ છે.
શુદ્ધ ધર્મપદને પરોપકારને માટે મુનિ કહે, તેને જ શીલવાન જાણવો. પણ બીજો નહીં. પોતે ધર્મમાં સ્થિત રહે, બીજાને સુબોધ આપી ધર્મી બનાવે. પોતે દીક્ષા લઈને કુશીલ લિંગનો-આરંભાદિ કુશીલ ચેષ્ટાનો ત્યાગ કરે, બીજાને હાસ્યકારી ભાંડ ચેષ્ટાના કૃત્યો ન કરે, તે ભિક્ષુ છે.
ભિક્ષુભાવનું ફળ કહે છે – પ્રત્યક્ષ દેખાતી કદરૂપ કાયાને વીર્ય અને લોહીથી બનેલી જાણીને તથા થોડા કાળમાં નાશ પામનારી જાણીને તેની મમતા ત્યાગી મોક્ષ સાધન રૂપ સમ્યગ્‌ દર્શનાદિ છે, તેમાં એકાંત સુસ્થિત રહે. તેવા ભાવભિક્ષુ સંસારના બંધન છોડીને અજરામર પદ પામે, સિદ્ધિ ગતિને પામે, નિશ્ચલ સ્થાનમાં રહે. - X

Linked texts (1)