Dasaveyaliya 507
Dasaveyāliya: ṭīkānusārī vivecana 507
- Language
- Gujarati
507
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૬૦, ૩૬૧ + વિવેચન [ચૂ-૧/૩૬૦, ૩૬૧ + વિવેચન]
નામ, સ્થાપના સુગમ છે, તેને છોડીને દ્રવ્યાદિ વિષયક ચૂડાનો નિક્ષેપ કહે છે. વળી તે ચૂડા બે છે. દશવૈકાલિકની ચૂડા આચારની પાંચ ચૂડાવત્ ઉત્તરતંત્ર છે. શ્રુત ગૃહીતાર્થ જ છે. ઉક્ત-અનુક્ત અર્થનો સંક્ષેપ કરતી આ ચૂડાઓ છે. તેમાં દ્રવ્ય ચૂડાદિની વ્યાખ્યા કહે છે – દ્રવ્યચૂડા આગમ, નોઆગમ, જ્ઞશરીરથી વ્યતિરિક્ત સચિત્તાદિ ત્રણ ભેદે છે. તેમાં સચિત્ત – કુકડાની કલગી, ઉચિત્ત – મણિચૂડા, મિશ્ર – મયૂરશીખા. ક્ષેત્ર ચૂડા તે લોકનિષ્કુટઉપરવર્તી છે, તે મેરુની ચૂડાદિ છે. આદિ શબ્દથી અધોલોકના સ્તમંતક, તિર્છાલોકના મેરુની ચૂડા, ઉર્ધ્વલોકમાં સિદ્ધિશિલા છે.