Pramāṇa · Search · About · API

Dasaveyaliya 508

Dasaveyāliya: ṭīkānusārī vivecana 508

Language
Gujarati

508

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૬૨ થી ૩૬૮ + વિવેચન [ચૂ-૧/૩૬૨ થી ૩૬૮ + વિવેચન]
ઉચિત કાળથી કંઈક અધિક તે અતિરિક્ત, અધિક માસ કે વર્ષ તે કાલ ચૂડા છે. ભાવચૂડા – ક્ષાયોપશમિક ભાવમાં છે, તે પણ બે ભેદે છે – ક્ષાયોપશમિકત્વથી શ્રુતની જાણવી. તેમાં પહેલી ‘રતિવાક્યતા ચૂડા’ છે. – X – નિક્ષેપમાં ‘રતિવાક્ય’ એ દ્વિપદ નામ છે. તેમાં ‘રતિ’ નો નિક્ષેપ કહે છે. તેમાં પણ નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્ય અને ભાવ રતિને કહે છે.
દ્રવ્યરતિમાં તદ્‌વ્યતિરિક્ત બે ભેદે છે – કર્મ દ્રવ્યરતિ અને નોકર્મ દ્રવ્યરતિ. કર્મ દ્રવ્યરતિ તે રતિ વેદનીયકર્મ છે. એ બદ્ધ અને અનુદય અવસ્થાને ગ્રહણ કરે છે. નોકર્મ દ્રવ્યરતિ તે શબ્દાદિ દ્રવ્યો છે. તે રતિના કારણરૂપ છે. ભાવરતિ – તે જ રતિ વેદનીય કર્મના ઉદયથી થાય છે. એ પ્રમાણે અરતિ પણ દ્રવ્ય અને ભાવથી જાણવી.
રતિનો નિક્ષેપ કહ્યો. હવે વાક્ય નો અતિદેશ કહે છે. ‘વાક્ય’ પૂર્વવાક્ય શુદ્ધિ અધ્યયનમાં અનેક પ્રકારે કહે છે. ચારિત્રરૂપ ધર્મ રતિ જનક છે. તે વાક્યોને લેવા. અહીં રતિ નામવાળું વર્ણન સારી રીતે સહન કરવાથી ગુણ કરવાવાળી ‘ચૂડા’ થાય, તે બતાવે છે –
જેમ રોગીને શરીરમાં ગુમડાં થતાં નસ્તર આદિ મૂકવા પડે, તો તેને ફાયદો થાય છે, જેને અજીર્ણ થયું હોય તેને અપથ્ય ખોરાક અટકાવતાં તે હીતકારી થાય અને ભાવિમાં રોગ મટે, માટે તે સુંદર છે. તે દૃષ્ટાંત વડે અહીં બોધ આપે છે – આઠ પ્રકારના કર્મરૂપી દુઃખી એવા સંસારી ભાવરોગી જીવોને તે રોગો દૂર કરવા, ઉક્ત સંયમરૂપ ચિકિત્સામાં સ્નાનનો નિષેધ તથા લોચાદિનું કષ્ટ પહેલાં દેખાય. પણ તેથી શ્રુતધર્મ અને ચારિત્રધર્મમાં રતિ થાય અને અધર્મ ઉપર અરતિ થાય. છેવટે તેનાથી મોક્ષપ્રાપ્તિ થાય છે, તે જ સ્પષ્ટ કરે છે –
સ્વાધ્યાય, સંયમ, તપ, વૈયાવચ્ચ અને ધ્યાનયોગમાં જે આસક્ત થાય છે અને અસંયમમાં આસક્ત થતાં નથી, તે સિદ્ધિ પામે છે. તેથી ચારિત્ર ધર્મમાં રતિજનક અને અસંયમ સ્થાનમાં અરતિજનક જે વાક્યોને આ અધ્યયનમાં કહેલ છે, તે સાધુએ જાણવા જોઈએ.
નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપકમાં – X – X – સૂત્ર કહે છે –