Dasaveyaliya 509
Dasaveyāliya: ṭīkānusārī vivecana 509
- Language
- Gujarati
509
‘દશવૈકાલિક’ સૂત્ર–૫૦૬ [ચૂ-૧/૫૦૬]
હે સાધકો! આ નિર્ગ્રન્થ પ્રવચનમાં જે પ્રવ્રજિત થયેલ છે, પણ કદાચિત્ દુઃખ ઉત્પન્ન થતાં સંયમમાં તેમનું ચિત્ત અરતિયુક્ત થઈ જાય, તેથી તે સંયમનો પરિત્યાગ કરવા ઈચ્છે છે, પણ સંયમ તજ્યો નથી તેને પહેલાં આ અઢાર સ્થાનોનું સમ્યક્ પ્રકારે આલોચન કરવું જોઈએ.
આ અઢાર સ્થાનો અશ્વ માટે લગામ, હાથી માટે અંકુશ, જહાજ માટે પતાકા સમાન છે. જેમકે – (૧) દુઃષમ આરામાં જીવન દુઃખ મય છે. (૨) ગૃહસ્થના કામભોગ અસાર અને અલ્પકાલિક છે. (૩) મનુષ્ય પ્રાયઃ કપટ બહુલ છે. (૪) મારું આ દુઃખ ચિરકાળ સ્થાયી નહીં હશે. (૫) સંયમ છોડવાથી નીચજનોનો પુરસ્કાર સત્કાર કરવા પડશે. (૬) સંયમ છોડીને ઘેર જવું એટલે – વમન કરેલાને ફરી પીવું. (૭) નીચ ગતિઓમાં નિવાસનો સ્વીકાર કરવો. (૮) ગૃહવાસમાં ગૃહસ્થોને માટે શુદ્ધ ધર્મ નિશ્ચે દુર્લભ છે.
(૯) ત્યાં આતંક-વ્યાધિ, તેના વધનું કારણ થાય છે. (૧૦) ત્યાં સંકલ્પ-વિકલ્પ વધને માટે થાય છે. (૧૧) ગૃહવાસ ક્લેશયુક્ત છે અને મનુપર્યાય કલેશ રહિત છે. (૧૨) ગૃહવાસ બંધ છે અને શ્રમણપર્યાય મોક્ષ છે. (૧૩) ગૃહવાસ સાવદ્ય છે પણ મુનિ પર્યાય નિરવદ્ય છે. (૧૪) ગૃહસ્થના કામભોગ બહુજન સાધારણ છે. (૧૫) પ્રત્યેકના પુન્ય-પાપ પોતપોતાના છે. (૧૬) મનુષ્યોનું જીવન ઘાસના અગ્રભાગે સ્થિત જળબિંદુ સમાન ચંચળ છે, નિશ્ચે અનિત્ય છે. (૧૭) મેં પૂર્વે ઘણાં જ પાપકર્મો કર્યા છે. (૧૮) ઓહ! દુષ્ટ ભાવથી આચરિત તથા દુષ્પરાક્રમથી અર્જિત પૂર્વકૃત્ પાપકર્મોના ફળ ભોગવ્યા પછી જ મોક્ષ થાય છે, ભોગવ્યા વિના નહીં. અથવા તપ દ્વારા તે પૂર્વકર્મોનો ક્ષય કરવાથી જ મોક્ષ થાય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit