Dasaveyaliya 510
Dasaveyāliya: ṭīkānusārī vivecana 510
- Language
- Gujarati
510
વિવેચન–૫૦૬
અહીં જિન પ્રવચનમાં નિશ્ચે તે ભિન્ન ક્રમ અમે દર્શાવીએ છીએ. પ્રવ્રજિત સાધુને શીત આદિ શારીરિક, સ્ત્રી-નિષદ્યો આદિ માનસિક દુઃખથી સંયમમાં અરતિ પ્રાપ્ત ચિત્તથી ઉદ્વેગ પામીને સંયમમાં કંટાળો આવે છે. તે જ વાત વિશેષથી કહે છે – સંયમથી નીકળીને ઘેર જવાની ઈચ્છા કરે છે. પરંતુ તે રીતે ઉત્પ્રવ્રજિત થવા ઈચ્છનારને હવે કહેવાનાર એવા અઢાર સ્થાનોને સમ્યગ્તયા આલોચવો જોઈએ. જનારે પ્રાયઃ અનર્થકને વિચારવું જોઈએ. આ સ્થાનોને વિશેષથી કહે છે – તે ઘોડાને લગામરૂપ, હાથીને અંકુશરૂપ અને વહાણમાં પટ્ટતુલ્ય છે. અર્થાત્ ઉન્માર્ગ પ્રવૃત્ત ઘોડા આદિને આ લગામ આદિ નિયમનના હેતુરૂપ છે, તેમ સંયમથી ઉન્માર્ગમાં પ્રવૃત્ત ભવ્ય જીવોને તે નિયમન રૂપ છે. તેથી તે સમ્યક્ વિચારવા યોગ્ય છે.
શિષ્યને આમંત્રીને કહે છે કે – (૧) અધમ કાળમાં કાળના દોષથી પ્રકર્ષથી ઉદાર ભોગની અપેક્ષાથી જીવવું પ્રાણીને દુષ્કર છે. રાજા આદિને પણ અનેક દુઃખો પડે છે. ઉદાર ભોગ રહિતતાથી વિડંબના પ્રાયઃ કુગતિ હેતુ બને છે, તો ગૃહસ્થાશ્રમ વાળાએ તો વારંવાર વિચારવું જોઈએ.
(૨) ગૃહસ્થના કામભોગ દુઃષમ કાળમાં અતિ તુચ્છ, ફોતરા જેવા અસાર અને અલ્પકાલીન હોય છે. મદન કામ પ્રધાન શબ્દાદિ વિષયો પરિણામે કટુ વિપાકી છે, દેવ જેવા નથી, એવા ગૃહસ્થાશ્રમથી શો લાભ? તેમ વિચારે.
(૩) દુઃષમ કાળમાં મનુષ્યો પ્રાયઃ ઘણાં કપટી છે. વિશ્વાસ રાખવા લાયક નથી, વિશ્વાસ રહિતને સુખનો અંશ પણ ક્યાંથી હોય? માયા બંધ હેતુત્વથી દારુણ બંધ થાય, એવા ગૃહાશ્રમને શો લાભ? તેમ વિચારે.
(૪) આ દુઃખ ચિરકાળ રહેનારું નથી. કયું દુઃખ? સાધુપણું પાળતા શરીર અને મનનું દુઃખ જે પરીષહથી આવે છે તે. વેદનીય કર્મ દૂર થતાં સંયમ રાજ્ય પ્રાપ્ત થતાં સુખ મળશે. જો થોડા દુઃખ માટે સંયમને છોડી દઈશ તો મહાન દુઃખ નરકમાં ભોગવવા પડશે, તેમ વિચારે.
(૫) દીક્ષા લીધેલાને ધર્મના પ્રભાવથી રાજા આદિ અભ્યુત્થાન આદિ દ્વારા પૂજે છે. જો દીક્ષા છોડીશ તો પેટ ભરવા તથા પાપ છૂપાવવા માટે સામાન્ય માણસની પણ ખુશામત કરવાનો પણ વખત આવશે. અધર્મી રાજાના દેશમાં બળજબરીથી વેઠ કરાવતાં સખત મજૂરી કરવી પડે છે.
(૬) ઉલટી કરેલા આહારને કૂતરા કે શિયાળાદિ અધમ પ્રાણી ખાય છે. તેમ દીક્ષા લીધા પછી ફરી ભોગો ભોગવાતા લોકમાં નિંદ્ય થાય.
(૭) નરક, તિર્યંચ, રૂપ અધોગતિમાં વસવાના કર્મ બંધાય છે.
(૮) ગૃહસ્થાવાસમાં પ્રમાદને લીધે ધર્મ આદરવો ઘણો દુર્લભ છે. પુત્ર, સ્ત્રી, મિત્ર આદિ બધું ફાંસારૂપ છે, માટે ગૃહવાસ કહ્યો. સ્નેહનું બંધન અનાદિ ભવ અભ્યાસથી મોહનું કારણ છે, તેમ વિચારવું.
(૯) સદ્યોઘાતી આતંક અને વિષૂચિકાદિ રોગ ધર્મબંધુ રહિત ગૃહસ્થને વિનાશને માટે થાય છે. આ વધ અનેકના વધનો હેતુ થાય છે.
(૧૦) ઈષ્ટ – અનિષ્ટ વિયોગ – પ્રાપ્તિ જ માનસ આતંક તે ગૃહસ્થને હોય. તથા તેવી ચેષ્ટાના યોગથી મિથ્યા વિકલ્પના અભ્યાસથી વધાર્થે થાય.
(૧૧) ગૃહાશ્રમ કૃષિ, વાણિજ્યાદિ ક્લેશકારી છે, પંડિતો વડે ગર્હિત છે. શીત, ઉષ્ણ, શ્રમ તથા ઘી, મીઠું આદિની ચિંતામાં પડવું પડે.
(૧૨) તેના કરતાં દીક્ષા ઉપક્લેશ રહિત છે, અનારંભીને કુચિંતા હોતી નથી, વિદ્વાનોએ સાધુપણાને પ્રશંસેલ છે, તે વિચારવું.
(૧૩) ગૃહવાસ એ કોશીટાના કીડાની માફક બંધરૂપ છે.
(૧૪) સાધુપણું નિરંતર કર્મના બંધનથી વિમુક્તવત્ છે.
(૧૫) ગૃહવાસ સાવદ્ય છે – પ્રાણાતિપાતાદિ પ્રવૃત્તિ યુક્ત છે.
(૧૬) સાધુપણું અહિંસાદિના પાલનત્વથી નિરવદ્ય છે, તે વિચારે.
(૧૭) ગૃહસ્થના કામભોગો ચૌરાદિવત્ અતિજન-સાધારણ છે.
(૧૮) પુન્ય-પાપ પ્રત્યેકે-પ્રત્યેકના પોતાના છે, તે ભોગવવા જ પડે છે. પાપના કારણમાં વિચારતા મન, વચન, કાયાથી અનેક પ્રકારે જ્ઞાનાવરણીય આદિ દુઃખરૂપ કર્મો બંધાય છે. પૂર્વ જન્મે બાંધેલ, પ્રમાદ-કષાય-દુશ્ચરિત જનિત, મિથ્યાત્વ – અવિરતિ – જનિત તે દુષ્પરાક્રાંત, ઈત્યાદિ – X – X – X – આવા કર્મો વેદીને જ પછી મોક્ષ થશે. વેદ્યા વિના મોક્ષ ન મળે. આના દ્વારા સર્વ કર્મના છેદથી જ મોક્ષ થાય, તે જણાવ્યું. – X – X – અથવા અનશન અને પ્રાયશ્ચિત્તાદિથી કે વિશિષ્ટ ક્ષાયોપશમિક શુભ ભાવરૂપ તપથી કર્મનો વિનાશ થાય છે. – X – X – તપોનુષ્ઠાન જ શ્રેય છે.
ઉક્ત અઢાર સ્થાનોના સંગ્રહ માટે અહીં શ્લોક છે –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit