Dasaveyaliya 511
Dasaveyāliya: ṭīkānusārī vivecana 511
- Language
- Gujarati
511
‘દશવૈકાલિક’ સૂત્ર–૫૦૭ થી ૫૧૪ [ચૂ-૧/૫૦૭ થી ૫૧૪]
[૫૦૭] જ્યારે અનાર્ય – સાધુ ભોગોને માટે ચારિત્ર ધર્મને છોડે છે, ત્યારે તે ભોગોમાં મૂર્ચ્છિત બનેલો અજ્ઞ પોતાના ભાવિને સમ્યક્ સમજતો નથી.
[૫૦૮] જ્યારે કોઈ સાધુ ઉત્પ્રવ્રજિત થાય છે, ત્યારે તે બધાં ધર્મોથી પરિભ્રષ્ટ થઈને એવી રીતે પસ્તાવો કરે છે, જે રીતે આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકના વૈભવથી ચ્યુત થઈને પૃથ્વી ઉપર પડેલો ઈન્દ્ર.
[૫૦૯] જ્યારે સાધુ પ્રવ્રજિત હોય ત્યારે વંદનીય હોય છે, તે જ સંયમ છોડીને અવંદનીય થઈ જાય છે, ત્યારે તે એ જ પ્રકારે પસ્તાવો કરે છે, જે રીતે પોતાના સ્થાનથી ચ્યવેલ દેવ.
[૫૧૦] પ્રવ્રજિત સ્થિતિમાં સાધુ પહેલાં પૂજ્ય હોય છે. તે જ પછી ઉત્પ્રવ્રજિત થઈને અપૂજ્ય થઈ જાય છે, ત્યારે તે રાજ્યથી ભ્રષ્ટ થયેલ રાજાની જેમ પરિતાપ કરે છે.
[૫૧૧] પ્રવ્રજિત સ્થિતિમાં પહેલાં સાધુ માનનીય હોય છે, તે જ ઉત્પ્રવ્રજિત થઈને અમાનનીય થઈ જાય છે, ત્યારે કર્બટમાં નજર કેદ કરાયેલ શેઠની માફક પસ્તાવો કરે છે.
[૫૧૨] ઉત્પ્રવ્રજિત વ્યક્તિ યૌવન વય વ્યતીત થઈ જતાં જ્યારે વૃદ્ધ થઈ જાય છે, ત્યારે કાંટાને ગળી ગયેલા મત્સ્યની જેમ પસ્તાવો કરે છે.
[૫૧૩] ઉત્પ્રવ્રજિત વ્યક્તિ દુષ્ટ કુટુંબની કુત્સિત ચિંતાઓથી પ્રતિહત થાય છે, ત્યારે તે બંધનમાં બદ્ધ હાથીની જેમ પસ્તાવો કરે છે.
[૫૧૪] પુત્ર અને સ્ત્રીથી ઘેરાયેલો, મોહની પરંપરાથી વ્યાપ્ત તે ઉત્પ્રવ્રજિત થયા પછી કાદવમાં ફસાયેલા હાથીની જેમ પરિતાપ કરે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit