Pramāṇa · Search · About · API

Dasaveyaliya 512

Dasaveyāliya: ṭīkānusārī vivecana 512

Language
Gujarati

512

વિવેચન–૫૦૭ થી ૫૧૪
આ પ્રમાણે અઢાર સ્થાનો સમજાવવા છતાં સાધુ ચારિત્ર ધર્મ ત્યજી દે, તે અનાર્ય – ક્લેચ્છ ચેષ્ટાવાળો, શા માટે? શબ્દાદિ ભોગના નિમિત્તે, તો તે ધર્મત્યાગી તે ભોગમાં મૂર્ચ્છિત અજ્ઞાની આગામી કાળે સૂત્રાર્થને સમ્યક્‌ રીતે જાણી શકતો નથી.
આ જ વાતને દર્શાવે છે –
ઉત્પ્રવ્રજિત – સંયમ સુખ વિભૂતિથી ભ્રષ્ટ થાય છે. કોની જેમ? જેમ ઈન્દ્રાસનથી ભ્રષ્ટ થયેલ ઈન્દ્ર પૂર્વેનું સુખ વિચારતા પસ્તાય છે – X – X – ક્ષાંતિ આદિ સર્વે ધર્મોના આસેવન કરવા છતાં જ્યારે પ્રતિજ્ઞા પાલન કરતો નથી, ત્યારે લૌકીકથી અથવા ગૌરવાદિથી પરિભ્રષ્ટ થાય છે. પતિત થયેલો એવો તે કંઈક મોહ શાંત થતા, મેં આવું અકાર્ય કેમ કર્યું એ પ્રમાણે પસ્તાવો કરે છે.
જ્યારે શ્રમણ પર્યાયમાં હોય ત્યારે રાજા આદિને વંદ્ય હોય છે, પણ પછી દીક્ષા છોડીને, કોઈ ઈન્દ્રએ કાઢી મૂકેલ સ્થાન ભ્રષ્ટ દેવીની જેમ પસ્તાય છે. તથા દીક્ષામાં હોય ત્યારે શ્રામણ્યના સામર્થ્યથી લોકો દ્વારા વસ્ત્ર, ભોજનાદિથી પૂજ્ય હોય છે, પણ દીક્ષા છોડીને, જેમ રાજ્યથી ભ્રષ્ટ રાજા ભોગથી રહિત બનીને પસ્તાય તેમ તે પસ્તાય છે.
પહેલાં તે માનનીય હતો, શીલના પ્રભાવે બધાં અભ્યુત્થાનાદિ કરતા હતા. પણ પછી દીક્ષા છોડતાં અમાન્ય થાય ત્યારે મહાક્ષુદ્ર સંનિવેશમાં કેદ શ્રેષ્ઠીની જેમ પરિતાપને અનુભવે છે. જ્યારે તે સંયમ તજેલો વયના પરિણામથી વૃદ્ધ થાય છે, યૌવન વીતી જાય છે, ત્યારે ભોગોના કટુ વિપાકથી, લોહકંટકથી વીંધાયેલા મત્સ્યની જેમ તે પાછળથી પરિતાપ અનુભવે છે.
જેમ છૂટ્ટો હાથી સાંકળે બંધાવાથી પસ્તાય છે, તેમ સાધુ ભ્રષ્ટ થઈ ઘેર જતાં ખરાબ કુટુંબને સમજાવતા શાંત ન થાય તો પસ્તાય છે.
વિષય-સેવન માટે સાધુપણું છોડીને સ્ત્રી અને પુત્ર ઉપર મોહ વધતાં, ગૃહસ્થની ધર્મક્રિયા પણ ભૂલી જતાં, કાદવમાં ખુંચેલા વન્ય હાથી માફક પસ્તાય છે કે અરેરે! મેં આ કેવું મૂર્ખ કૃત્ય કર્યું?

Linked texts (1)