Dasaveyaliya 513
Dasaveyāliya: ṭīkānusārī vivecana 513
- Language
- Gujarati
513
‘દશવૈકાલિક’ સૂત્ર–૫૧૫ થી ૫૨૦ [ચૂ-૧/૫૧૫ થી ૫૨૦]
[૫૧૫] જો હું ભાવિતાત્મા અને બહુશ્રુત થઈને જિનોપદિષ્ટ શ્રામણ્ય પર્યાયમાં રમણ કરત તો આજે હું ગણિ-આચાર્ય હોત.
[૫૧૬] સંયમરત મહર્ષિને માટે મનુ પર્યાય દેવલોક સમાન છે. જે સંયમમાં રત થતાં નથી, તેને મહા નરક સમાન થાય છે. તેથી-
[૫૧૭] મુનિ પર્યાયમાં રત રહેનારનું સુખ દેવો સમાન ઉત્તમ જાણીને તથા રત ન રહેનારનું દુઃખ નરક સમાન તીવ્ર જાણીને પંડિત મુનિ પર્યાયમાં જ રમણ કરે.
[૫૧૮] જેની દાઢાઓ કાઢી લેવાઈ હોય તે ઘોર વિષધરની સાધારણ અજ્ઞાનીજન પણ અવહેલના કરે છે, તેમ ધર્મભ્રષ્ટ, શ્રામણ્યલક્ષ્મી રહિત, બુઝેલ યજ્ઞાગ્નિ સમાન નિસ્તેજ અને દુર્વિહિત સાધુને કુશીલો પણ નિંદે છે.
[૫૧૯] શ્રમણ ધર્મથી ચ્યુત, અધર્મસેવી અને ચારિત્રને ભંગ કરનાર, આ લોકમાં જ અધર્મી કહેવાય છે, તેમનો અપયશ અને અપકીર્તિ થાય છે, સામાન્ય લોકોમાં પણ દુર્નામ થાય છે, અંતે તેની અધોગતિ થાય છે.
[૫૨૦] તે સંયમભ્રષ્ટ સાધુ આવેશપૂર્ણ ચિત્તથી ભોગ ભોગવીને તથાવિધ ઘણાં અસંયમ કૃત્યો સેવીને દુઃખપૂર્ણ અનિષ્ટ ગતિમાં જાય છે, વારંવાર જન્મ-મરણ કરવા છતાં તેને બોધિ સુલભ થતી નથી.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit