Dasaveyaliya 515
Dasaveyāliya: ṭīkānusārī vivecana 515
- Language
- Gujarati
515
‘દશવૈકાલિક’ સૂત્ર–૫૨૧ થી ૫૨૪ [ચૂ-૧/૫૨૧ થી ૫૨૪]
[૫૨૧] દુઃખથી યુક્ત અને કલેશમય મનોવૃત્તિવાળા આ જીવનું નરક સંબંધી પલ્યોપમ અને સાગરોપમ આયુ પણ સમાપ્ત થઈ જાય છે, તો હે જીવ! મારું આ મનોદુઃખ તો છે જ કેટલું?
[૫૨૨] મારું આ દુઃખ દીર્ઘકાળ સુધી રહેવાનું નથી. કેમકે જીવોની ભોગતૃષા અશાશ્વત છે. જો તે આ શરીરથી તૃપ્ત ન થઈ, તો મારા જીવનના અંત સમયે તે અવશ્ય મટી જશે.
[૫૨૩] જેનો આત્મા આ પ્રકારે નિશ્ચિત હોય છે, તે શરીરને તો છોડી શકે છે, પણ ધર્મશાસન છોડી શકતો નથી. આવા દૃઢ-પ્રતિજ્ઞને, વેગપૂર્ણ ગતિથી આવતા વાયુથી અવિચલિત મેરુ પર્વતવત્ તેની ઈન્દ્રિયો અવિચલિત રહે છે.
[૫૨૪] બુદ્ધિમાન મનુષ્ય આ પ્રમાણે સમ્યક્ વિચારી, વિવિધ પ્રકારના લાભ અને તેના ઉપાયોને વિશેષરૂપે જાણીને, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને જિનવચનનો આશ્રય લે છે, -
- તેમ હું કહું છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit