Dasaveyaliya 516
Dasaveyāliya: ṭīkānusārī vivecana 516
- Language
- Gujarati
516
વિવેચન–૫૨૧ થી ૫૨૪
એ પ્રમાણે છે તો દુઃખ ઉત્પન્ન થયાં પછી આમ વિચારીને દીક્ષા ન છોડે, તે કહે છે – નરકને પામેલ જીવો – X – એકાંત ક્લેશ પામે છતાં નરકનું પલ્યોપમ કે સાગરોપમ આયુનો પણ ક્ષય કરે છે, તો પછી મને આ સંયમની અરતિથી નિષ્પન્ન મનોદુઃખ કેટલું માત્ર છે?
વિશેષથી આ જ કહે છે – મને આ સંયમમાં અરતિજનિત દુઃખ લાંબે કાળ રહેવાનું નથી, કેમકે પ્રાયઃ વિષયતૃષ્ણા યૌવનકાળમાં જ રહેનારી છે અથવા વૃદ્ધાવસ્થામાં પણ મનમાં તો આ તૃષ્ણા રહેવાની જ છે, તો પછી ખોટી આકુળતાથી શો લાભ? મૃત્યુ સાથે તે મટી જ જશે.
આનું જ ફળ કહે છે – જે સાધુનો આત્મા ઉક્ત વિચારણાથી દૃઢ થઈ જાય, તે પોતાના દેહનો ત્યાગ કરશે પણ ધર્માજ્ઞાને નહીં છોડે. તેવા ધર્મમાં નિશ્ચિત સંયમ-સ્થાનથી ચલિત થતાં નથી. – X – X –
હવે ઉપસંહાર કરતાં કહે છે –
આ પ્રમાણે અધ્યયનમાં કહેલ દુષ્પ્રજીવિત્વ આદિને આરંભથી અંત સુધી યથાવત્ વિચારીને સમ્યગ્ બુદ્ધિમાન્ મનુષ્ય સમ્યગ્ જ્ઞાનાદિનો આય અને તેના સાધન પ્રકાર એવા કાળ, વિનય આદિ ઉપાયોને અનેક પ્રકારે જાણીને, ત્રણ ગુપ્તિ અને યથા પ્રવૃત્તકરણથી ગુપ્ત થઈને અરહંત ઉપદેશમાં યથાશક્તિ ક્રિયાપાલન રત થાય. જેનાથી તે મોક્ષને પામે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit