Dasaveyaliya 521
Dasaveyāliya: ṭīkānusārī vivecana 521
- Language
- Gujarati
521
‘દશવૈકાલિક’ સૂત્ર–૫૨૯ થી ૫૩૩ [ચૂ-૨/૫૨૯ થી ૫૩૩]
[૫૨૯] અનિયત વાસ, સમુદાન ચર્યા, અજ્ઞાત કુળોથી ભિક્ષાગ્રહણ, એકાંત સ્થાનમાં નિવાસ, અલ્પ ઉપધિ અને કલહ વિવર્જન. આ વિહારચર્યા ઋષિઓને માટે પ્રશસ્ત છે.
[૫૩૦] આકીર્ણ અને અવમાન નામક ભોજનું વિવર્જન તથા પ્રાયઃ દૃષ્ટિસ્થાનથી લવાયેલ ભોજન-પાનનું ગ્રહણ ઋષિઓ માટે પ્રશસ્ત છે. ભિક્ષુ સંસૃષ્ટ કલ્પથી જ ભિક્ષાચર્યા કરે.
[૫૩૧] સાધુ મદ્ય અને માંસનો અભોજી હોય, અમત્સરી હોય, વારંવાર વિગઈઓનું સેવન ન કરનાર હોય, વારંવાર કાયોત્સર્ગ કરનારો અને સ્વાધ્યાયને માટે યોગોદ્વહનમાં પ્રયત્નશીલ હોય.
[૫૩૨] સાધુ ગૃહસ્થને એવી પ્રતિજ્ઞા ન કરાવે કે આ શયન, આસન, શય્યા, નિષદ્યા, ભોજન-પાન આદિ હું પાછો આવું ત્યારે મને જ આપવા. કોઈ ગામ, નગર, કુળ, દેશ કે કોઈપણ સ્થાનમાં મમત્વ ન કરે.
[૫૩૩] મુનિ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે, અભિવાદન, વંદન અને પૂજન પણ ન કરે. મુનિ સંક્લેશ રહિત સાધુઓ સાથે રહે, જેથી તેના ચારિત્રાદિ ગુણોની હાનિ ન થાય.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit