Dasaveyaliya 523
Dasaveyāliya: ṭīkānusārī vivecana 523
- Language
- Gujarati
523
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૬૯, ૩૭૦ + વિવેચન [ચૂ-૨/૩૬૯, ૩૭૦ + વિવેચન]
સાધુની વિહારચર્યાનો અધિકાર હોવાથી તે સાધુ કહેવાય છે. તેથી સાધુનો અધિકાર કહેવાય છે. દ્રવ્ય અને ભાવથી વિચાર કરવો, તે દ્રવ્ય અને ભાવચર્યાનો નિક્ષેપો છે.
ભવ્ય શરીર એ - X - દ્રવ્ય સાધુનું ઉપલક્ષણ છે.
દ્રવ્ય નિક્ષેપાનો અધિકાર પૂર્વે આવી ગયો છે. ભાવથી દ્વાર વિચારતા સંયત ગુણને અનુભવનાર ભાવસાધુ પોતે છે. તેથી આ અધ્યયનમાં ભાવસાધુનું ઉદ્યાન, આરામ આદિમાં નિવાસથી અનિયત ચર્યા જાણવી. તે પણ વિશિષ્ટ અભિગ્રહરૂપ એટલે ઉત્કટ આસન આદિથી રહેવું, તે જાણવી. હવે સૂત્રના સ્પર્શથી કહે છે –
વ્યાખ્યા સૂત્ર માફક જાણવી. અવયવનો અનુક્રમ ગાથા ભંગના ભયથી નથી કર્યો, તથા અર્થથી સૂત્રના ઉપન્યાસ માફક જાણવો. ઋષિઓની વિહાર ચર્યા પ્રશંસવા યોગ્ય છે.
આકીર્ણ એટલે જ્યાં રાજાનું કુળ સંખડી હોય ત્યાં સાધુએ ન જવું. તે કહે છે – હાથીના પગમાં અફળાવવું, ઘોડાની લાત વગેરેથી સાધુન અંગને નુકશાન થાય. સાધુના ભયથી ભાગી જતાં બીજા જીવોને પીડારૂપ થાય. તેથી ગૌચરીમાં અલાભ થાય અથવા દોષિત આહાર મળે. પ્રાયઃ જોયા વિનાનું ભોજન મળે. તેથી ભાત, ઓસામણ, કાંજી વગેરે જોઈને લેવા, વળી ગૃહસ્થે પોતાના માટે ભોજન લેતા હાથ ખરડેલા હોય, તે હાથથી લેવું. સંસૃષ્ટ તે કાચું ગોરસ વગેરેથી વાસણ કે હાથ ખરડાયેલા હોય તો સાધુ લેવા યત્ન કરે આને માટે આઠ ભંગો બતાવેલા છે. - X -
ઉપદેશાધિકારથી જ આ કહે છે – સાધુએ મદ્ય અને માંસને દુર્ગતિનું કારણ સમજીને છોડી દેવા.
(શંકા) કાંજી, છાશ વગેરે પણ સંઘાનથી ભાત વગેરે મળેલા છે, તેથી તે પ્રાણીના અંગ હોવાથી ત્યાજ્ય છે. માટે ન ખાવી જોઈએ.
(સમાધાન) તમારું કહેવું બરાબર નથી. છાશ પ્રવાહી અને પ્રાણીનું અંગ હોવાથી તે મદ્ય-માંસની તુલના ન પામે. લોકશાસ્ત્રથી પણ તેમ સિદ્ધ થતું નથી. સંધાન અને પ્રાણીના અંગની તુલના યોગ્ય છે, મર્યાદા ઉલ્લંઘન સમાન છે, જેમ સ્ત્રી અને માતા બંને દેખાવમાં સમાન છતાં એક ભોગ્ય છે, બીજી પૂજ્ય છે, તે વિવેક નષ્ટ થઈ જશે. તેમ પ્રાણીનું અંગ તે દૂધ, તેની બનેલ છાશ તે માંસની તુલ્ય ન થાય. ઈત્યાદિ - X –
સાધુ બીજાને દ્વેષી ન થાય,
વારંવાર વિગઈ ન વાપરે, વિગઈના પરિભોગ માટે કાયોત્સર્ગ કરે.
સ્વાધ્યાય અને તપમાં પ્રયત્ન કરે, તેમ ન કરે તો ઉન્માદાદિ દોષ લાગે.
માસકલ્પ વગેરે કરીને વિહાર કરતાં, ગૃહસ્થ પાસે એવી પ્રતિજ્ઞા ન કરાવે કે મને આ સ્થાનાદિ વાપરવા આપશો જ. (શું?)
શયન, આસન, શય્યા, નિષદ્યા અથવા તે કાળને આશ્રીને અનુકૂળ ભોજન, જેમકે – ઉનાળો હોય તો ખાંડ ખાજા, દ્રાક્ષનું પાણી વગેરેની જો કબૂલાત કરાવે તો મમત્વનો દોષ લાગે.
વળી આ ગામમાં, શ્રાવક કુળમાં અથવા અયોધ્યા જેવા નગરમાં મધ્ય દેશ વગેરે એટલે ગામ, કુળ, નગર, દેશ વગેરે સ્થળમાં ક્યાંય પણ મારાપણાનો મોહ ન કરે. પોતાના ઉપકરણાદિમાં પણ મમત્વ ન રાખે.
ઉપદેશ અધિકારથી જ કહે છે –
સાધુ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે. કારણ કે સાધુ પાસે ગૃહસ્થ સેવા કરાવે તો સાધુનું ચારિત્ર નષ્ટ થાય અને ગૃહસ્થને પણ દોષ લાગે.
તેમ સાધુ વસ્ત્રાદિથી પણ સત્કાર ન કરે. જો તેમ કરે તો ઉપરોક્ત દોષો જ લાગુ પડે છે.
આવા દોષો દૂર કરવાને માટે જ ગૃહસ્થોની સેવા ન કરનારા એવા ઉત્તમ સાધુઓનો સાધુ સંસર્ગ કરે કે જેથી પોતાના મહાવ્રત આદિનું રક્ષણ થાય.
જો ગૃહસ્થનો રાખનાર સાધુ સાથે રહે તો સંસારી કૃત્યની અનુમોદનાનું પાપ લાગે.
આ પદ ભવિષ્યના વિષય માટે જ છે.
જે વખતે પ્રણયન કાળમાં સંક્લિષ્ટ સાધુનો અભાવ છે.